GSTV
India News Trending

ભાજપ પર બગડ્યા ઉદ્ધવ ઠાકરે : MVA સરકારમાં કોઈ આંતરિક વિખવાદ નથી, અમે જડબાતોડ આપીશું જવાબ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે ભારતીય જનતા પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મહા વિકાસ આઘાડી સરકારમાં કોઈ અસ્થિરતા નથી. જો કોઈ તેને તોડી પાડવાનો પ્રયાસ કરશે તો અમે અમારા વિકાસના કામોથી તેને જડબાતોડ જવાબ આપીશું. મધ્ય મુંબઈના વડાલામાં GST ભવન બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યા પછી ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું કે મહારાષ્ટ્રને બદનામ કરનારાઓ તે વાત નોંધી રાખે કે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં મહારાષ્ટ્રનું સૌથી મોટું યોગદાન છે.

ઉદ્ધવ ઠાકરે

સીએમ ઉદ્ધવે જણાવ્યું હતું કે MVA સરકારમાં કોઈ આંતરિક વિખવાદ નથી. આ મહા વિકાસ આઘાડી છે, જેના પગ જમીન પર મજબૂત છે.. સરકાર રાજ્યના વિકાસ અને પ્રગતિ માટે આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે. ઠાકરેએ પોતે ગૃહમંત્રી દિલીપ વસલે પાટીલથી નારાજ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આવા સમાચાર બનાવટી અને ખોટા છે. તેમની પાસે કોઈ વાસ્તવિક આધાર નથી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તેમના સાથીદારોમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમના કામની પ્રશંસા કરી.

MUST READ:

Related posts

Cricketer’s Love Story/ આ ભારતીય ક્રિકેટરની પત્ની છે વકીલ તો સસરા છે DGP, ખૂબ જ દિલચસ્પ છે તેની લવસ્ટોરી

Hemal Vegda

અયોધ્યામાં વકફ બોર્ડની મિલકતોનો સર્વે ચાલુ, ગેરકાયદે કબજેદારો પર નજર!

GSTV Web Desk

રિલેશનશિપમાં આ પ્રકારે દૂરી વધારે શકે છે સોશિયલ મીડિયા, જાણો તેની શું પડે છે નેગેટિવ અસર

Hemal Vegda
GSTV