GSTV

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ / ઉદ્ધવ ઠાકરેએ આર્યનના નામે NCBની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ, કહી દીધી આ મોટી વાત

Last Updated on October 16, 2021 by Zainul Ansari

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ મામલે એનસીપીએ એનસીબીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસ એજન્સીને આડેહાથ લીધી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં જાણે મહારાષ્ટ્રમાં જ ગાંજા-ચરસનો વેપાર ચાલતો હોય એવું દેખાડવામા આવી રહ્યું છે. હું તમને ફરી કહું છું કે, આપણી સંસ્કૃતિ છે કે આપણે આંગણામાં તુલસી લગાવીએ છીએ, પરંતુ એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે, આપણે આંગણામાં ગાંજાના છોડ લગાવીએ છીએ. શા માટે જાણી જોઈને આમ કરાય છે?

તેમણે વધુમાં જણાવ્યું કે એવું નથી કે માત્ર મહારાષ્ટ્રમાં ડ્રગ્સ પકડાયું. મુંદ્રા પોર્ટ પર પણ કરોડોનું ડ્રગ્સ મળ્યું છે. ક્યાં છે મુંદ્રા? ગુજરાતમાં સાચુ ને? તમે એનસીબીવાળા અહીં ચપટી ગાંજો સુંઘનારને માફિયા કહો છો? કોઈ એક સેલિબ્રિટીને પકડી ફોટા પાડો છો અને પછી આખા ગામમાં ઢોલ વગાડો છો. અમારી પોલીસે હાલમાં જ 150 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે.

ઉદ્ધવ ઠાકરેએ તપાસ એજન્સીઓનો દુરૂપયોગ થતો હોવાનો આરોપ લગાવ્યો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરૂપયોગ થતો હોવાનો આરોપ લગાવતા ભાજપ સરકારને પડકાર આપ્યો હતો કે તમારે લડવું હોય તો સીધા સામે આવો. ઈડી-સીબીઆઈ જેવી સંસ્થાઓને વચ્ચે લાવવાની જરૂર નથી. ભાજપ મહારાષ્ટ્ર સાથે નકારવામાં આવેલા પ્રેમી જેવો વ્યવહાર કરી રહી છે.

દેવેન્દ્ર ફટણવીસે આપ્યો વળતો જવાબ

આ મામલે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વળતો જવાબ આપ્યો હતો. ફડણવીસે કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જે સરકારનું નેતૃત્ત્વ કરી રહ્યાં છે તે ઈતિહાસની સૌથી ભ્રષ્ટ સરકાર છે. મહારાષ્ટ્રમાં હાલમાં જ પડેલા આઈટીના દરોડામાં વસૂલીના સોફ્ટવેરનો પણ ખુલાસો થયો છે. કોની પાસેથી કેટલા પૈસા વસૂલવાના છે તેનું એલર્ટ દલાલોને મળે છે. જો કેન્દ્રીય એજન્સીઓને દુરુપયોગ કરાતો હોત તો અડધું મંત્રીમંડળ જેલના સળિયા પાછળ હોત. અમે મહારાષ્ટ્રને ક્યારે પશ્ચિમ બંગાળ નહીં બનવા દઈએ. ભાજપ આમ ક્યારેય નહીં થવા દે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!