GSTV
India News

મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલે લીધો નવો વળાંક, ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવાનો આદેશ,

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલે હવે નવો વળાંક લીધો છે. ભાજપ અને અપક્ષના કેટલાક ધારાસભ્યોએ ગઈકાલે ફ્લોર ટેસ્ની માગણી ઉઠાવી હતી.

ત્યારે એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના બળવાખોરો આજે ગુવાહાટીથી ગોવા જશે તેવા અહેવાલો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેને ગુરૂવારના રોજ ફ્લોર ટેસ્ટ દ્વારા પોતાની બહુમતી સાબિત કરવા આદેશ આપવામાં આવ્યો છે

બળવાખોરો તાજ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રોકાય તેવી શક્યતા છે અને તે માટે 71 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. સાંજે 4:30 કલાકે પ્રાઈવેટ જેટ ગોવામાં લેન્ડ થાય તેવી શક્યતા છે. ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં એક સપ્તાહના રોકાણ બાદ ધારાસભ્યોને લેવા માટે બસો આવી પહોંચી છે અને સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવતીકાલે વિધાનસભાના વિશેષ સત્રમાં ફ્લોર ટેસ્ટ દ્વારા પોતાની બહુમતી સાબિત કરવાના છે. આ કારણે મુંબઈથી નજીક હોવાના કારણે તથા ભાજપની સત્તા હોવાના કારણે શિવસેનાના બળવાખોર નેતાઓ માટે ગોવા એક અનુકૂળ સ્થળ બની શકે છે.

READ ALSO

Related posts

હિંદુ ધર્મમાં પવિત્ર પ્રતિક મનાતા સ્વસ્તિક પર ઓસ્ટ્રેલિયાએ મૂક્યો પ્રતિબંધ, કેનેડાએ અગાઉ આ બાબતે માગવી પડી હતી માફી

Binas Saiyed

ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત

Bansari Gohel

ગિરિરાજ સિંહે જોરદાર ટોણો માર્યો, કહ્યું- ‘નીતિશ કુમાર અમરવેલ છે, આજ સુધી વૃક્ષ નથી થયા’

Binas Saiyed
GSTV