GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

મહારાષ્ટ્રમાં શિવસેનાનો બનશે સીએમ, ઉદ્ધવનો લલકાર : ભાજપ ગઠબંધનથી ભરાયું

શિવસેનાના કાર્યવાહક પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રસંગે અમે મહારાષ્ટ્રના હિતમાં નછૂટકે ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું છે. શિવસેનાના મુખપત્ર સામનાના કાર્યવાહક તંત્રીને આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવે કહ્યું હતું કે ભાજપ સાથેનું અમારૂ ગઠબંધન હિન્દુત્વ પર આધારિત છે. જો કે તેમણે એવો એકરાર કર્યો તો કે સમગ્ર રાજ્યના હિતમાં અમે આ ગઠબંધનમાં ઘણું કોમ્પ્રોમાઇઝ કર્યું છે.

તેમણે એવો દાવો કર્યો હતો કે રાજ્યના હાલના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને ચંદ્રકાંત પાટિલે મને  કહ્યું હતું કે પ્લીઝ અમારી સમસ્યા સમજવાનો પ્રયાસ કરો. એટલે મેં ઓછી બેઠકો પર ચૂંટણી લડવાની સંમતિ આપી હતી. આમ છતાં, તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં શિવસેનાના મુખ્ય પ્રધાન ન બને ત્યાં સુધી હું શાંત બેસવાનો નથી. મારા પિતાને મેં વચન આપ્યું હતું કે એક દિવસ રાજ્યમાં શિવસેનાનો મુખ્ય પ્રધાન સ્થાપીને પછી જંપીશ. પિતાને આપેલું વચન સાકાર ન કરું  ત્યાં સુધી હું શાંત નહીં બેસું.

uddhav thackeray pm modi

ઉદ્ધવે કહ્યું કે હાલ મારો પુત્ર આદિત્ય ચૂંટણી લડી રહ્યો છે. એનો અર્થ એવો નથી કે એ ચૂંટાતાની સાથે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બની જશે. એ તો એક અનુભવ લેવા જઇ રહ્યો છે. રાજકારણ સાવ ખરાબ નથી. યુવાનોએ રાજકારણમાં આગળ આવવું જોઇએ.

READ ALSO

Related posts

મુંબઈ: ફાર્મા કંપનીમાં ગેસ લીક થવાથી મચ્યો હડકંપ, સંભવિત વિસ્તારોમાં 13 ફાયરબ્રિગેડની ગાડીઓ તૈનાત

pratik shah

મોદી સરકાર સોનાનું ઈંડુ આપનારી મરઘીને મારી નાખવા માગે છે, મજૂર સંગઠનોનું 10મીએ દેશવ્યાપી આંદોલન

Pravin Makwana

ચીનને આપશે જડબાતોડ જવાબ, અમેરિકા સહિત આઠ દેશોએ કર્યું જોડાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!