GSTV
Home » News » ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આ સંકેત, ફરી ભાજપ સાથે થઈ શકે છે ગઠબંધન

ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આ સંકેત, ફરી ભાજપ સાથે થઈ શકે છે ગઠબંધન

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે એક પત્રકાર પરિષદમાં એવો અણસાર આપ્યો હતો કે ભીજપ સાથે સમજૂતીના દરવાજા હજુ ખુલ્લા છે.બન્યું એવું કે શિવસેનાને રાજ્યપાલે સરકાર રચવા પોતાની પાસે 145 સભ્યોનો ટેકો છે એવું દર્શાવવા ગવર્નર હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે શિવસેનાને એમ હતું કે એનસીપી અને કોંગ્રેસ પોતાની સાથે જ છે.પરંતુ ગવર્નર હાઉસમાં શિવસેનાના નેતાઓ એક દોઢ કલાક બેસી રહ્યા છતાં એનસીપી કે કોંગ્રેસ તરફથી સંમતિપત્ર આવ્યો નહીં અને શિવસેનાએ મહારાષ્ટ્રમાં એનસીપી તથા કોંગ્રેસ સાથે સરકાર રચવાની તક ગુમાવી દીધી.

હવે ઉદ્ધવ ઠાકરેને કદાચ સમજાયું હતું કે એનસીપીના શરદ પવારની વાત પર ભરોસો રાખીને શિવસેના છેતરાઇ હતી. એટલે મંગળવારે પત્રકારો સાથે વાત કરતાં ઉદ્ધવે કહ્યું કે ભાજપે અમારી સાથેના સંબંધો તોડ્યા છે, શિવસેનાએ ભાજપ સાથેના સંબંધો તોડ્યા નથી.રાજકીય નિરીક્ષકો આ વિધાનનો અર્થ એવો ઘટાવે છે કે ભાજપ થોડું નમવા તૈયાર થાય તો શિવસેના ફરી એકવાર ભાજપ સાથે સરકાર રચવા તૈયાર થઇ જશે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન પણ ગવર્નર ચૂંટાયેલા વિધાનસભ્યોને પોતાનો નેતા ચૂંટવાની અને સરકાર રચવાની તક આપી શકે છે.

uddhav thackeray pm modi

મુંબઇથી પ્રગટ થતા એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ શિવસેનાએ રાજ્યપાલના રાષ્ટ્રપતિ શાસન સ્થાપવાના નિર્ણયને તત્કાળ સુપ્રીમમાં પડકારવાનો નિર્ણય કર્યો નહોતો. કોંગ્રેસના પીઢ નેતા અને પ્રખર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે શિવસેનાને ઑફર કરી હતી કે તમારા વતી હું રાષ્ટ્રપતિ શાસનને પડકારતી અરજીનો કેસ લડવા તૈયાર છું.

નિરીક્ષકો માને છે કે સત્તાનાં સૂત્રો કબજે કરવા શિવસેના ભાજપ સાથે નવેસર સમજૂતી કરી શકે છે. જો કે હાલ શરદ પવાર અને કોંગ્રેસ શિવસેનાને ભાજપની નજીક જવા નહીં દે. કોઇ પણ ભોગે ફરી એકવાર આ બંનેને ભેગા ન થવા દેવા એવી નીતિ અત્યારે એનસીપી અને કોંગ્રેસની છે.

READ ALSO

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!