એકનાથ શિન્દેના નેતૃત્વમાં શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યા બાદ આજે ઉદ્ધવ ઠાકરે ફેસબુક લાઇવ થયા હતા. ઉદ્ધવ ઠાકરેએ કટોકટીની ઘડીમાં તેમની અપાર ધીરજનો પરિચય આપ્યો હતો. તેમણે કોઈ પણ પ્રકારના ઉશ્કેરાટમાં આવી જવાને બદલે કહ્યું કે હું રાજીનામું તૈયાર રાખું છું. એકનાથ શિન્દે અને બીજા ધારાસભ્યો આવીને મને કહે કે તરત જ રાજીનામું આપી દઈશ.

આવું કહીને ઉદ્ધવ ઠાકરેએ બોલ એકનાથ શિન્દે અને ભાજપની કોર્ટમાં નાખી દીધો છે. આમાં બે વાત છે. નંબર 1) એકનાથ શિન્દે એવું કહી રહ્યા છે કે તેઓ શિવસેના નહીં છોડે, પણ શિવસેના રાજીનામું આપી ભાજપ સાથે સરકાર બનાવે. અહીં ઉદ્ધવ એકનાથ શિન્દેની પરીક્ષા કરી રહ્યા છે. ઉદ્ધવ ન તો રાજીનામું આપી રહ્યા છે, ન ભાજપને ટેકો. એ પછી એકનાથ શિન્દે શું કરશે એ તેમને જોવું છે.
નંબર 2) એવી ચર્ચા પણ ચાલે છે કે મહારાષ્ટ્રના જે 40 ધારાસભ્યો ગાયબ છે તેમાંથી મોટા ભાગનાને બળજબરીપૂર્વક સુરત લઈ જવામાં આવ્યા છે. ધારાસભ્ય નીતિન દેશમુખ સુરતથી મુંબઈ પરત ફર્યા હતા અને તેમણે એવું કહ્યું હતું કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. આવું બીજા ધારાસભ્યો સાથે પણ થયું હોઈ શકે છે.
આથી ઉદ્ધવે પણ રાજીનામું આપવાને બદલે આગળ શું ડેવલોપમેન્ટ થાય છે તેની રાહ જોવાનો અદ્ભુત સંયમ દર્શાવ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત