GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

સુશાંત સિંહ રાજપુત આપઘાત કેસમાં ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા,મુંબઇ પોલીસની તરફેણમાં કહી દીધી આટલી મોટી વાત

સુશાંત

સુશાંતસિંહ રાજપુત કેસ મામલે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચે વિવાદ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.  આ કેસની તપાસ કરવામાં મુંબઈ પોલીસ સમર્થ છે. કોઈ પાસે પુરાવા હોય તો તે પોલીસને આપી શકે છે. આપઘાત કેસમાં જે કોઈપણ દોષી હશે તેને કડક સજા કરવામાં આવશે.

પહેલા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યુ હતુ કે, સુશાંત સિંહ આપઘાત કેસમાં રાજ્ય સરકાર બેદરકારી દાખવી રહી છે. અન્ય કેસમાં સરકાર તપાસ કરાવી શકતી હોય તો સરકારે આ કેસની પણ તપાસ કરાવવી જોઈએ. મોટા ભાગના લોકોની ભાવના છે કે સુશાંત સિંહ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે. પરંતુ રાજ્ય સરકાર તે ઇચ્છતી નથી.

સુશાંતસિંહ રાજપુતની બહેને પીએમ મોદીની માગી મદદ

સુશાંતસિંહ રાજપુત આપઘાત કેસ મામલે સુશાંતની બહેન શ્વેતાસિંહે પીએમ મોદી પાસે મદદ માગી છે. શ્વેતાએ કેસની ન્યાયિક તપાસ માટે પીએમ મોદી અને પીએમઓ પાસે મદદ માગી છે. સુશાંતનો પરિવાર આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરી રહ્યો છે. જોકે, મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસની જરૂર ન હોવાનું નિવેદન આપી રહી છે. તો બિહાર સરકાર પણ સુશાંત આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.

  • સુશાંતની બહેન શ્વેતાસિંહે પીએમ મોદી પાસે માગ મદદ
  • પીએમ મોદી અને પીએમઓને ટ્વિટ કરી માગી મદદ
  • શ્વેતાસિંહે ન્યાયિક તપાસની માગ કરી

રિયા ચક્રવર્તી વિરુદ્ધ મળ્યાં મહત્વના પુરાવા, થઇ શકે છે એક્ટ્રેસની ધરપકડ

અભિનેતા સુશાંતસિંહ રાજપુત કેસ મામલે રિયા ચક્રવર્તી વિરૂદ્ધ વોરંટ જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ કોઈપણ સમયે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી શકે છે. પોલીસ બિહારની એક કોર્ટના વોરંટની રાહ જોઈ રહી છે. સુશાંતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધાવ્યો હતો. જેમા રિયા ચક્રવર્તી અને અન્ય લોકો પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ બિહાર પોલીસને મુંબઈની સ્થાનિક પોલીસની મદદ ન મળી રહી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. રિયા સતત બિહાર પોલીસથી બચવાની કોશિશ કરી રહી હોવાનું પણ સામે આવ્યુ છે. આ મામલે સુશાંતના પરિવારે સીબીઆઈ તપાસની પણ માગ કરી છે.

સુશાંત

બિહાર પોલીસને મહત્વની માહિતી મળી

સુશાંતની આત્મહત્યા કેસમાં તપાસ કરી રહેલી બિહાર પોલીસની ટીમને ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રિયા ચક્રવર્તી સુધી પહોંચવા માટે પોલીસ હવે તમામ આરોપોને લગતા નક્કર પુરાવા એકત્રિત કરી રહી છે. પોલીસ તેની તપાસમાં બેંકને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજો પર વિચાર કરી રહી છે. પુરાવા એકઠા કર્યા પછી બિહાર પોલીસ રિયાના અરેસ્ટ વોરંટ માટે કોર્ટમાં અરજી કરશે. આ પછી, પટણા પોલીસ મહિલા નિરીક્ષકો અને મહિલા પોલીસકર્મીઓની એક ટીમ અહીંથી મુંબઇ મોકલશે.

Read Also

Related posts

સુપ્રીમ કોર્ટનો નિર્ણય પિતાની સંપત્તિ પર પુત્રીનો સમાન અધિકાર, અમદાવાદમાં 208 વર્ષ પહેલા હતો આ કાયદો

Nilesh Jethva

વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મગરો આવ્યા રસ્તા પર, લોકોમાં ફફડાટ

Nilesh Jethva

દુશ્મન દેશોના યુદ્ધ જહાજો ઉપર રહેશે ભારતીય નૌસેનાની નજર, ખરીદવા જઈ રહ્યું છે ખાસ પ્રકારના 10 ડ્રોન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!