GSTV
Home » News » જેમના પેટમાં દર્દ થવા લાગ્યું છે તેમનો ઈલાજ મારી અને અમિત ભાઈ પાસે છે : ઉદ્ધવ ઠાકરે

જેમના પેટમાં દર્દ થવા લાગ્યું છે તેમનો ઈલાજ મારી અને અમિત ભાઈ પાસે છે : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહના વખાણની સાથે જ વિરોધી પાર્ટી પર પ્રહાર કર્યા અને કહ્યું કે, મારા અને અમિત ભાઈ વચ્ચે કોઈ વિવાદ નથી. જેટલા વિવાદ છે તે ખત્મ કરી દીધા છે. જેમના પેટમાં દર્દ થવા લાગ્યું છે તેમનો ઈલાજ મારી અને અમિત ભાઈ પાસે છે.

તેમણે ભાજપ અને શિવસેનાની વિચારધારા પર જણાવ્યું કે, આપણી વિચારધારા એક છે. હિન્દુત્વની વિચારધારા છે. મારા પિતાજી કહેતા હતા કે હિન્દુત્વ મારો શ્વાસ છે અને શ્વાસ અટકી જાય તો શું થાય ?

તેમણે અબતક 56 ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, દિલ મળે ન મળે હાથ મળવો જોઈએ, અમારું દિલ મળી ગયું છે. અમે એ જ વિચાર્યું કે ગત્ત 5 વર્ષમાં જે થયું તે થઈ ગયું. એક સમયે અમારી પાર્ટીમાં કોઈ આવવા તૈયાર નહોતું. એક સપનું હતું જે હવે સત્યમાં બદલી ગયું છે અને દિલ્હીના તખ્ત પર ભગવો લહેરાયો છે.

તેમણે મહાગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તમારામાંથી કોણ બનશે પ્રધાનમંત્રી ? જ્યારે જનતા મોદી મોદીના નારા લગાવવા લાગી ત્યારે ઉદ્ધવ ઠાકરેએ કાઉન્ટર અટેક કરતા કહ્યું કે, એક નામ લઈ નારો બોલવામાં આવે. અત્યારથી જ તેમણે પગ ખેંચવાની શરૂઆત કરી દીધી છે. તેમણે ફરી પોતાના પિતા બાલાસાહેબ ઠાકરેને યાદ કરતા કહ્યું કે, મારા પિતાએ મને શીખવ્યું છે કે, જે કરવું છે તે દિલ ખોલીને કરો. અમિત ભાઈ હું દિલથી અહીં આવ્યો છું તમને શુભકામનાઓ આપવા માટે.

Read Also

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!