GSTV
ANDAR NI VAT

સંજય રાઉતની ધરપકડ બાદ ઉદ્ધવ ઠાકરે એકલા

મહારાષ્ટ્ર જેવા મહારાજ્યના મુખ્યમંત્રીને એક મિનિટમાં સંઘર્ષશીલ નેતા બનાવી દે તેનું નામ કિસ્મત. ઉદ્ધવ ઠાકરે કિસ્મતનો કાળો તાપ સહન કરી રહ્યા છે. ઉદ્ધવે હજુ ગયા વર્ષે જ કરોડરજ્જુનું ઑપરેશન કરાવ્યું અને આ વર્ષે તેમના માથા પર શિવસેનાની ભાંગેલી કરોડરજ્જુ સાજી કરવાની જવાબદારી આવી પડી છે. પત્તાનો મહેલ પડે એમ તેમના શાહી ઠાઠ ધરાશાયી થઈ ગયા છે.

બળવો કરનારી શિન્દે સેના સામે તેઓ મજબૂત ફાઈટ આપી રહ્યા હતા અને તેમાં તેમને મદદરૂપ થઈ રહ્યા હતા રાજ્યસભા સાંસદ સંજય રાઉત. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાઉતની ધરપકડ કરી લેતા ઉદ્ધવ સાવ એકલા પડી ગયા છે. તેમના માથે શિવસેનાને ફરીથી ઊભી કરવાની કપરી જવાબદારી આવી પડી છે. કોઈ પણ પાર્ટી જ્યારે તૂટે ત્યારે તેને ફરીથી ઊભી કરવા માટે મજબૂત નેતાઓની જરૂર પડતી હોય છે. શિવસેનામાંથી એટલા બધા સાંસદો અને ધારાસભ્યો ઉચાળા ભરી ગયા છે કે હવે ઉદ્ધવ પાસે કોઈ લોકપ્રિય ચહેરો બચ્યો નથી. પક્ષના કાર્યકરોમાં ફરીથી જુસ્સો ભરવા માટે અને તેમને શિવસેના છોડીને જતા અટકાવવા માટે ઉદ્ધવને નેતાઓની કમી વર્તાઈ રહી છે.

Related posts

સરમાની નાના કેસોના નિકાલની પહેલની પ્રસંશા

Zainul Ansari

ગુજરાત સરકારના મંત્રીઓની કામગીરીથી લોકો નથી ખુશ, ભૂપેન્દ્ર પટેલની વધી ચિંતા

Zainul Ansari

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને અશોક ગેહલોતથી વાંધો કેમ છે?

GSTV Web Desk
GSTV