GSTV
India News Trending ટોપ સ્ટોરી

મોટા સમાચાર / દશેરા રેલી શિવાજી પાર્કમાં યોજવા ઉદ્ધવ ઠાકરેને મંજૂરી, શિંદે જૂથને મોટો ઝટકો

નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને શિવાજી પાર્કમાં દશેરા રેલીની મંજૂરી મળી ગઈ છે જ્યારે એકનાથ શિંદે જૂથને બોમ્બે હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે.

મહારાષ્ટ્રમાં શિવાજી પાર્કમાં દશેરા રેલી અંગે ચાલી રહેલા તકરાર વચ્ચે ઉદ્ધવ ઠાકરે જૂથને મોટી જીત થઈ છે. બોમ્મે હાઈકોર્ટે ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં 2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબરની વચ્ચે દશેરા રેલી યોજવા મંજૂરી આપી દીધી છે. શિવસેના વર્ષોથી દશેરા રેલીનું આયોજન કરતા આવી છે જોકે છેલ્લા બે વર્ષોથી કોરોના મહામારીના પગલે રેલી સ્થગિત કરવામાં આવી હતી. હવે સ્થિતિ સુધરતા ઠાકરે જૂથને 5 ઓક્ટોબરથી રેલી કરવાનું એલાન કર્યું હતું જોકે, શિવસેનામાં બે ફાડિયા પડ્યા હોવાથી શિંદે જૂથે પણ શિવાજી પાર્કમાં રેલી કરવાનું આયોજન કર્યું હતું જેના પગલે બંને જૂથ આમનેસામને આવી ગયા હતા.

નોંધનીય છે કે, અગાઉ BMCએ શિવાજી પાર્કમાં રેલીને લઈને ઠાકરે જૂથને પરવાનગી આપી ન હતી જે બાદ મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુરુવારે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજદારને 2 થી 6 ઓક્ટોબર વચ્ચે રેલી યોજવાની મંજૂરી આપી હતી. જે બાદ શિવસેના 5 ઓક્ટોબરે શિવાજી પાર્કમાં દશેરા રેલીનું આયોજન કરી શકશે. આ નિર્ણયને લઈને ઠાકરે જૂથમાં ખુશીની લહેર છે અને તેઓ તેને પોતાની મોટી જીત ગણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ગત 41 વર્ષથી દર વર્ષે મુંબઈના શિવાજી પાર્કમાં શિવસેનાની દશેરા રેલી આયોજીત કરવાની પરંપરા છે.

READ ALSO

Related posts

ફક્ત 8.49 લાખ રૂપિયામાં Tata Tiago EV કાર થઈ લોન્ચ, આવતા મહિનાથી બુકિંગ શરૂ

Hemal Vegda

Viral Video/ બાઇક ચોરીને ભાગી રહ્યા હતા ચોર, ગાર્ડની સૂઝબૂઝથી પકડાઇ ગયા

Damini Patel

PFI પર પ્રતિબંધ / અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખે કહી આ મોટી વાત, જાણો

Hemal Vegda
GSTV