GSTV

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ હાઈકોર્ટના આ નિવૃત જજને સોપવામાં આવી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ Covid હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે લાગેલી આગની ઘટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ કેએ પુંજને સોંપવાનો નિર્ણય કર્યો છે.આ અગાઉ અમદાવાદમાં તાજેતરના ભૂતકાળમાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશનને સોંપવામાં આવી હતી.હવે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટની હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજને સોંપવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટના ઉદય કોવિડ સેન્ટરમાં લાગેલી આગ મામલે હોસ્પિટલના ડોક્ટર તેજસ કરમટાએ મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, આઈસીયુ વોર્ડમાં એલ એન્ડ ટી અને ધમણ વચ્ચે સ્પાર્ક થતાં આગ લાગી હતી. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ માંથી સ્પાર્ક થતા આગની ઘટના બની. Icu માં ત્રણ કંપનીના વેન્ટિલેટર હતા. જેમા રાજકોટનું ધમણ પણ હતુ. ત્યારે ફરીવાર ધમણ વેન્ટિલેટર વિવાદમાં આવ્યુ છે. ડોક્ટર કરમટાએ વધુમાં કહ્યુ કે, જ્યારે આગ લાગી ત્યારે 33 દર્દીઓ હોસ્પિટલની અંદર સારવાર લઇ રહ્યા હતા. જે પૈકી 28 દર્દીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આઇસીયુમાં 8 બેડ હતા. એલ.એન.ટી. વેન્ટિલેટર આગમાં બળીને ખાખ થઈ ગયું છે. તેથી તેની બાજુમાં ક્યાંક આગ લાગી હોઈ શકે છે. ધમણ અને એલ.એન.ટી વેન્ટિલેટર વચ્ચે આગ લાગી હોવાનું અનુમાન છે.

READ ALSO

Related posts

જલ્દી કરો/ આ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, કોરોના સંકટના સમયમાં પણ કરી શકો છો પોતાના ઘરનું સપનું પૂરું

Sejal Vibhani

રોકાણકારોને ચૂનો લગાડનાર કંપની સામે ઇડીનું એક્શન, દાખલ કરી મની લોન્ડરિંગની ચાર્જશીટ

Pritesh Mehta

‘પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા’: વ્હોટ્સ એપ દ્વારા પરીક્ષાના પ્રારંભે જ આવી ખામી, માત્ર 36 હજાર વિદ્યાર્થીઓ જોડાઈ શકાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!