GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ઉબોનની SW-11 સ્માર્ટવોચ ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન…

ભારતની ટેક કંપની ઉબોને (Ubon) નવીનતમ ઉબન એસડબ્લ્યુ -11 (Ubon SW-11) સ્માર્ટ વોચ લોન્ચ કરી છે. આ સ્માર્ટ વોચમાં યુઝર્સને સ્લીપ ટ્રેકિંગ, સ્ટેપ કાઉન્ટર, રિમાઇન્ડર અને ટ્રેનિંગ મોડ જેવી સુવિધાઓ મળશે. આ ઘડિયાળની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો કંપનીએ આ ડિવાઇસમાં હંમેશાં ઓન રહેવાવાળી કલર ડિસ્પલે આપી છે. આ ઉપરાંત, આ ઘડિયાળ વપરાશકર્તાના હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર પર પણ નજર રાખી શકે છે. જ્યારે કંપનીએ આ સ્માર્ટ ઘડિયાળની કિંમત 2,199 રૂપિયા રાખી છે. જો કે, આ ઘડિયાળ એમેઝોન પર ઓનલાઈન 1,599 રૂપિયાના ટેગ સાથે ઉપલબ્ધ છે.

Ubon SW-11નું સ્પેસિફિકેશન

ઉલ્લેખનીય છે કે આ વોચમાં આપેલી સુવિધાઓની વાત કરીએ તો કંપનીએ 1.3 ઇંચનું ડિસ્પ્લે આપ્યું છે. જેનું રિઝોલ્યુશન 240 * 240 પિક્સલ્સ છે. આ ઉપરાંત કંપનીએ આ ઘડિયાળમાં 150 એમએએચની બેટરી આપી છે, જે સતત 7 દિવસ સુધી કાર્ય રહેશે. જ્યારે આ સ્માર્ટ ઘડિયાળની બેટરી ત્રણ કલાકમાં સંપૂર્ણ રીતે ચાર્જ થઈ જાય છે. આ સિવાય આ ઘડિયાળ બોક્સમાં યુઝર્સને બે પટ્ટાઓ અને ચાર્જિંગ કેબલ મળશે. આ સ્માર્ટ વોચ ગ્રાહકો માટે ગ્રીન કલર વિકલ્પવાળી ઈ-કોમર્સ સાઇટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

Ubon SW-11માં એલાર્મ અને રિમાઈન્ડર જેવી સુવિધા

કંપનીએ આ વોચમાં હાર્ટ રેટ, બીપી, કેલરી કાઉન્ટર અને પેસ ટ્રેકિંગ જેવા સેન્સર આપ્યા છે. આ સિવાય યૂઝર્સેને આ વોચમાં એલાર્મ, રિમાઈન્ડર અને ટાઈમર જેવા ફિચર્સની સુવિધા આપવામાં આવી છે. આ વોચ એન્ડ્રોઈડ અને આઈઓએસ ઓપરેટીંગ સિસ્ટમ ને સપોર્ટ કરે છે.

READ ALSO

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!