GSTV
Home » News » મુંબગર વર્ષનાં 11 દિવસ ફ્કત રસ્તા પર બર્બાદ કરે છે, Uber કંપનીએ ચોંકાવનારા આંકડા કર્યા રજૂ

મુંબગર વર્ષનાં 11 દિવસ ફ્કત રસ્તા પર બર્બાદ કરે છે, Uber કંપનીએ ચોંકાવનારા આંકડા કર્યા રજૂ

દેશની કેબ કંપની Uberએ મુંબઈનાં ટ્રાફિક સાથે જોડાયેલા થોડાક આંકડા જાહેર કર્યા છે. ‘Movement Data’નાં હિસાબે મુંબઈગર વર્ષ દરમ્યાન અંદાજીત 11 દિવસ ટ્રાફિક જામમાં ફસાઈને બર્બાદ કરી દે છે. સિંગાપુર, હોન્ગકોંગ અને ન્યૂયોર્કનાં મુકાબલે સમયની બર્બાદીનો આ આંકડો બે ઘણો છે.

Uber કંપનીનાં ગણિત મુજબ મુંબઈ એરપોર્ટથી સાઉથ મુંબઈ તરફ મુસાફરી કરવામાં અંદાજીત દોઢ ક્લાકનો સમય લાગે છે. જ્યારે ચાઈનાનું શહેર શાંઘાઈ અને ત્યાંથી સિટી સેન્ટર સુધી આટલા કિલોમીટરનો રસ્તો છે, ત્યારે આ માર્ગ મુસાફરી કરવામાં ફક્ત અડધો ક્લાકનો સમય લાગે છે. શાંઘાઈ અને મુંબઈનાં ટ્રાફિકાં આ આંકડા મુંબઈગરને વિચારતા કરશે.

આ આંકડા વર્ષ 2016નાં વર્ષ 2018ની વચ્ચે ઉબેરનાં ડેટા સાયન્સ વિભાગે રેકોર્ડ કર્યો છે. આ હિસાબે મુંબઈનો ટ્રાફિક દુનિયાનાં થોડાક ખરાબ ટ્રાફિકમાનો એક છે. આંકડા બતાવે છે. મુંબઈનો ટ્રાફિક જામ અને મુસાફરી કરનાર લોકો બિનજરૂરી સમય જે બર્બાદ કરે છે તેની અસર આર્થિકતા પર થાય છે.

તેનાથી આર્થિક નુકશાન પણ થઈ રહ્યુંછે. દરરોજ મુંબઈમાં મુસાફરી કરનાર લોકોને આ ખરાબ ટ્રાફિકની કિંમત ચૂકવવી પડે છે. દરરોજ નોકરી ધંધા પર જવાવાળા વ્યક્તિઓને આ ખરાબ ટ્રાફિકનાં કારણે અંદાજીત 265 રૂપિયાનું વધુ પેટ્રોલનું આંધણ કરવું પડે છે. આમ ખરાબ ટ્રાફિકનાં કારણે દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ વધુને વધુ તેમાં ભિંસાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

ગુજરાતની ધમાકેદાર રણજીટ્રોફીની સેમીફાઈનલમાં એન્ટ્રી, ગોવાને 464 રનથી હરાવ્યું

pratik shah

દિલ્હી હિંસા: સરકારનો મહત્વનો નિર્ણય, નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં શાળાઓ બંધ

pratik shah

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!