GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

હવે એપ ડાઉનલોડ કર્યા વગર WhatsAppથી પણ બુક કરી શકાશે Uber કેબ, જાણો બુકીંગની રીત

હવે તમને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર કેબ બુક કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. Uber રાઈડ હવે વોટ્સએપ પર બુક કરી શકાશે. કેબ કંપની Uber ટૂંક સમયમાં WhatsApp માટે આ નવો વિકલ્પ રોલ આઉટ કરવા જઈ રહી છે. Uber ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી દિલ્હી-એનસીઆર માટે આ નવી કેબ બુકિંગ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં લખનૌ શહેરમાં આ ફીચરનું સૌપ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, જો આ પ્રયોગ સફળ થાય છે, તો પછી તમારે અલગથી Uber એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. તમે WhatsAppનો ઉપયોગ કરીને જ કેબ બુક કરાવી શકશો.

Uberના જણાવ્યા અનુસાર, જે યુઝર્સ વોટ્સએપ દ્વારા કેબ બુક કરાવે છે તેમને તે જ સુરક્ષા પૂરી પાડવામાં આવશે જે સીધી Uber એપ પર રાઈડ બુક કરે છે. વોટ્સએપ દ્વારા કેબ બુક કરાવ્યા પછી પણ ડ્રાઈવરનું નામ અથવા ડ્રાઇવર અને લાયસન્સ પ્લેટ જેવી માહિતી વપરાશકર્તાઓને મોકલવામાં આવશે. તેમજ લોકેશનના આધારે પીકઅપ પોઈન્ટની માહિતી ડ્રાઈવરને મોકલવામાં આવશે. સાથે જ ડ્રાઈવર સાથે વાત કરતી વખતે યુઝર્સની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. મતલબ કે ડ્રાઈવર યુઝર્સના વોટ્સએપ નંબર જોઈ શકશે નહીં.

Uber

વોટ્સએપ પર ઉબર કેવી રીતે ચલાવવું?

  • તમારે તમારા WhatsApp પર +91 7292000002 નંબર પર ‘Hi’ લખીને મેસેજ કરવો પડશે.
  • મેસેજ કર્યા પછી, તમને ચેટબોટમાં પિકઅપ અને ડ્રોપ સ્થાન પૂછવામાં આવશે.
  • સ્થાન વિશેની માહિતી આપ્યા પછી, તમને સવારીની માહિતી આપવામાં આવશે, જેમાં ભાડું અને ડ્રાઇવરના અપેક્ષિત આગમનનો સમય દર્શાવવામાં આવશે.
  • એકવાર તમે ઓકે કરી લો, પછી તમને ડ્રાઇવરની માહિતી અને OTP મોકલવામાં આવશે.
  • આ પછી તમે OTP દાખલ કરીને રાઈડ શરૂ કરી શકશો.

Read Also

Related posts

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed

આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી

Hemal Vegda
GSTV