GSTV
Home » News » ચાલતા જવા માટે Uber આપશે પાર્ટનરની સુવિધા, કિંમત જાણી આવી જશે ચક્કર….

ચાલતા જવા માટે Uber આપશે પાર્ટનરની સુવિધા, કિંમત જાણી આવી જશે ચક્કર….

ઓનલાઇન ટેક્સી બુકિંગ સર્વિસ આપતી કંપની ઉબર (Uber) એક નવા ફીચરના કારણે ચર્ચામાં છે. સોશિયલા મીડિયામાં ઉબરના આ નવા ફીચરને શેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ચાલીને જતા લોકોને સાથીની સેવા આપવામાં આવશે. જો તમે ચાલીને સફર કરી રહ્યા હોય તો તમે સાથે ચાલવા માટે એક સાથી ઉબર મારફતે બોલાવી શકો છો.

એક ટ્વિટર યૂઝરે ‘વૉકિંગ બડી’ નામના આ ફીચરનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે, લોકો આ ઓપ્શન પર જાત-જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. ઉબર એક્સ અને પૂલ બાદ હવે એક નવો ઓપ્શન જોવા મળે છે વૉકિંગ બડી.

આ ઓપ્શન સામે 7 ડૉલર લખવામાં આવ્યું છે. જેના પર લોકોનાં અલગ-અલગ રિએક્શન્સ આવી રહ્યાં છે.

આ સ્ક્રીનશૉટ ભલે ફીચરના નામે વાયરલ થઈ રહ્યો હોય, પરંતુ સત્ય કઈંક અલગ જ છે. ઉબરની વેબસાઇટ પર આવો કોઇ ઓપ્શન છે જ નથી. શક્ય છે કે, આ તસવીરને ફોટોશોપ કરવામાં આવી હોય.

Read also:

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!