GSTV
Home » News » તો પહેલા દિવસે સલમાનની ‘ટ્યૂબલાઇટ’ કરી માત્ર આટલા કરોડની કમાણી

તો પહેલા દિવસે સલમાનની ‘ટ્યૂબલાઇટ’ કરી માત્ર આટલા કરોડની કમાણી

સુપસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટ્યૂબલાઇટ થિયેટર્સમાં રિલીઝ થઇ ગઇ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દબંગ ખાન પોતાના ફેન્સ માટે ઇદ પર આ ફિલ્મ લઇને આવ્યો છે. આ પહેલા 2016માં ‘સુલ્તાન’, 2015માં ‘બજરંગી ભાઇજાન’, 2014માં ‘કિક’, 2012માં ‘એક થા ટાઇગર’, 2010માં ‘દબંગ’ અને 2008માં ‘વોન્ટેડ’ જેવી સુપરહિટ ફિલ્મ્સને  ઇદ પર રિલીઝ થઇ ચૂકી છે. આ દરેક ફિલ્મ્સે બૉક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી છે. તો જાણો, આ વર્ષના રિલીઝ થયેલી એસ.એસ.રાજામૌલી અને પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી 2’ પહેલા દિવસનો રેકોર્ડ સલમાનની આ ફિલ્મ તોડી શકે છે છે નહિ.

રિલીઝ થયા પહેલા લાગી રહ્યુ હતુ કે સલમાનની ફિલ્મ એસ.એસ.રાજામૌલી અને પ્રભાસની ફિલ્મ ”બાહુબલી 2”નો રેકોર્ડ તોડશે. પરંતુ જો ફિલ્મની પહેલા દિવસની કમાણી વાત કરવામાં આવે તો દબંગ ખાનની ટ્યૂબલાઇટે માત્ર 25 કરોડની કમાણી કરી છે.  boxofficeindia.com ના રિપોર્ટ અનુસાર ફિલ્મ પહેલા દિવસે UAE અને દુબઇમાં 6.6 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તમને જણાવી દઇએ કે UAE અને દુબઇ ફિલ્મ એક દિવસ પહેલા રિલીઝ થઇ ચૂકી છે. જ્યારે ‘બાહુબલી’ સીરિઝની ફિલ્મએ વર્લ્ડવાઇડ 217 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સૂત્રોનુસાર ઇન્ડિયન બૉક્સ ઑફિસ પર ફિલ્મ લગભગ 25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તમને જણાવી દઇએ કે ફિલ્મ ટ્યૂબલાઇટ 5500 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. પહેલા દિવસની ક્લેક્શનની જો વાત કરવામાં આવે તો સલમાનની ટ્યૂબલાઇટ શાહરૂખ ‘રઇસ’ અને પ્રભાસની ‘બાહુબલી 2’ કરતાં પણ પાછળ રહી ગઇ છે.

સલમાનની ‘ટ્યૂબલાઇટ’ 1965માં ભારત અને ચીનના યુદ્ધ પરના બેકગ્રાઉન્ડ પર બની છે. ફિલ્મમાં સલમાનની સાથે સોહેલ ખાન, ચીની એક્ટ્રેસ ઝૂ ઝૂ અને ઓમપુરી લીડ રોલમાં છે. સલમાનની આ ફિલ્મ કબૂર ખાને ડિરેક્ટ કરી છે.

Related posts

અરૂણ જેટલી પર રાખી સાવંતે કરી વિવાદિત પોસ્ટ, પછી તેની જે હાલત થઈ…

Kaushik Bavishi

સેક્સુઅલિટી પર ટ્રોલ કરવુ પડ્યુ ભારે, કરણ જોહરે યુઝરને આપ્યો મસ્ત જવાબ

Kaushik Bavishi

ટાઈગર શ્રોફે 200 કિલો વજન ઉઠાવતા, ફેન્સ થયા શોક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!