GSTV
Gujarat Government Advertisement

આ મહિલાએ ફરવામાં બનાવ્યો છે વિશ્વ રેકોર્ડ, ફક્ત 87 કલાકમાં ફરી લીધા 208 દેશ

Last Updated on November 21, 2020 by Pravin Makwana

હરવા ફરવાના જે લોકો શોખિન હોય છે, તેને ક્યાંય શાંતિ મળતી નથી. જ્યાં સુધી તેઓને ફરવાનું સારૂ કોઈ સ્થળ ન મળે. તેઓ ઈચ્છે છે કે, આખી દુનિયા ફરી લઉ. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, ફક્ત 3 દિવસમાં કોઈ 208 દેશની મુસાફરી કરી શકે. એક મહિલાએ આ કામણ કરી બતાવ્યુ છે. 3 દિવસમાં તેણે 7 મહાદ્વિપના 208 દેશોની યાત્રા પુરી કરી છે. આ સાથે જ તેનું નામ ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયુ છે.

આ મહિલાનું નામ ડૉ. ખાવલા અલ રોમાથી છે. તે સંયુક્ત આરબ અમીરાતને રહેવાસી છે. તેણે ફક્ત 3 દિવસમાં જ 7 મહાદ્વિપના 208 દેશોની યાત્રા પુરી કરી છે. આ સાથે જ તેનું નામ ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયુ છે. તેણે 3 દિવસ 14 કલાક, 46 મીનિટ અને 48 સેકન્ડમાં આ પ્રવાસ પુરો કર્યો છે.

રોમાથીએ 10 ફેબ્રુઆરીએ પોતાની આ યાત્રાની શરૂઆત કરી હતી. 13 ફેબ્રુઆરી 2020ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આ યાત્રા સમાપ્ત થઈ હતી. ત્યાર બાદ તેને પોતાનો આ રેકોર્ડ ગિનીઝ બુકમાં નોંધાવ્યો હતો. જ્યારે તેનું નામ ગિનીઝ બુકમાં આવ્યુ ત્યારે તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો પણ શેર કર્યો હતો.

તે જણાવે છે કે, તેના માટે આ યાત્રાઓ ઘણી મુશ્કેલીભરી રહી હતી. ઘણી જગ્યાએ તો એવુ થયુ કે, તે પ્રવાસ ટાળીને ઘરે પાછી જતી રહે. પણ તેના પરિવાર અને દોસ્તોએ હિમ્મત આપી અને તેણે આ આખી યાત્રા પુરી કરી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નિષ્ણાંતોના મતે / હર્ડ ઈમ્યુનિટી દ્વારા કોઈ પણ દેશને મહામારીમાંથી ના બચાવી શકાય, વાયરસ સામે માત્ર એક જ હથિયાર

Dhruv Brahmbhatt

ગુજરાતના આ બોલરની ટીમ ઇન્ડિયા દ્વારા ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદગી, જાણો કોણ છે આ ખેલાડી

Dhruv Brahmbhatt

સંક્રમણના મુદ્દે સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું, હાલની પરિસ્થિતિ મુદ્દે જણાવી મહત્વની બાબતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!