GSTV
Gujarat Government Advertisement

સંયુક્ત આરબ અમીરાતે ટુરિસ્ટોને આકર્ષવા માટે કર્યો નવો નિર્ણય, જાણો શું છે તેની વિગતો

Last Updated on July 8, 2019 by

સંયુક્ત આરબ અમીરાત (UAE) ફરવા જતા લોકો માટે ખુશખબર છે. હવે UAE ત્યા પહોંચતા ટુરિસ્ટોને ફ્રી ડેટા, આંતરરાષ્ટ્રીય કોલિંગ મીનિટ અને ફ્રી ટેક્સ્ટ મેસેજની સુવિધા સાથે ફ્રી મોબાઈલ સિમ કાર્ડ આપશે. UAE સરકારે આ વાત જણાવતા કહ્યું કે, ઓળખ અને નાગરિકતાના ફેડરલ સત્તાધિકારે ઘોષણા કરતા જણાવ્યું કે, પ્રવાસીઓને મફતમાં મળતા આ સિમ કાર્ડ એક મહિના સુધી માન્ય ગણાશે અને જો પ્રવાસી પોતાના વિઝાની અવધિ લંબાવે તો આપમેળે નવીનીકૃત થઈ જશે.

ખાનગી મીડિયા અહેવાલ અનુસાર UAE સત્તાધિકાર અને ટેલિકોમનાઈ વચ્ચે કરાર પર મંગળવારે અબુધાબીમાં સત્તાધિકારના હેડક્વાર્ટરમાં કર્નલ ખમીસ અલ કાબી, ઓથોરિટીમાં મુસાનાદા સેવાઓના મેનેજિંગ ડિરેક્ટર અને ટેલિકોમનાઉના પ્રમુખ તથા સીઈઓ ચારબેલ ફવાઝ લિતાની દ્રારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લિતાનીએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અહિં આવતા પ્રવાસીઓને પાસપોર્ટ કંટ્રોલ ઓફિસર તરફથી ભેટરૂપે સિમ કાર્ડ આપવામાં આવશે. જેમાં ડેટા અને ટોક ટાઈમ હશે જેનાથી તેઓ દેશમાં કોઈ પણ રિચાર્જ કરાવી શકે છે.

તેમણે જણાવ્યું કે, પ્રવાસીઓ માટે આ નવી સેવા આપનાર એટિસલાત અને ડુ હશે અને સેવાઓ આખા વર્ષ માટે એકસમાન જ રહેશે. પ્રવાસીઓ જ્યાં સુધી દેશમાં રહે ત્યાં સુધી માન્ય રહેશે અને વિઝાની અવધિ વધતા કાર્ડ પણ આપોઆપ માન્ય થઈ જશે, જ્યા સુધી વીઝાની અવધિ સમાપ્ત ન થાય. વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, પ્રવાસીઓને કઈ કરવાની જરૂર નથી, કાર્ડ મેળવવા માટે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સની પણ જરૂર નથી.

ઈમિગ્રેશન પર પર્યટકો કાર્ડને મોબાઈલમાં નાખશે એટલે તેની ઓળખ અને આવવાની તારીખ નોંધાઈ જશે. ત્યાર બાદ તેના ફોનમાં સેવાઓ તરત જ ચાલુ થઈ જશે અને બે મિનિટમાં જ પ્રવાસીઓ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. આ રીતનો આ પ્રયાસ દુનિયામાં પહેલી વાર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave

ભાજપની લીલાઃ ઠાકરેના નામનો વિરોધ કરવા જેનું કટ્ટર વિરોધી હતું એને સન્માન અપાવવા પાડ્યો આ ખેલ

Dhruv Brahmbhatt

મિઝોરમ / દુનિયાના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું નિધન, 38 પત્નીઓ અને 89 બાળકો હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!