GSTV

ટી-20 લીગનો બેટ્સમેન જાણી જોઇને થયો OUT, ICCએ તપાસના આદેશ આપ્યાં

Last Updated on January 31, 2018 by Bansari

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ લીગે યૂએઇની એક પ્રાઇવેટ ટી-20 લીગમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓના પગલે તપાસના આદેશ આપ્યાં છે. યૂએઇમાં અજમાન ટી-20 લીગ દરમિયાન એક ટીમના બેટ્સમેનોનો શંકાસ્પદ રીતે આઉટ થવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના બાદ આઇસીસીએ આ લીગના મેચની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. 24 જાન્યુઆરીએ દુબઇ સ્ટાર્સ અને શારજાહ વોરિયર્સ વચ્ચે રમાયેલી મેચમાં દુબઇ સ્ટાર્સના બેટ્સમેન જાણીજોઇને રન આઉટ અને સ્ટંપ થઇને પેવેલિયન ભેગા થઇ ગયાં હતાં.

ઉલ્લેખનીય છે કે આ પ્રાઇવેટ ટૂર્નામેન્ટને યૂએઇ ક્રિકેટ બોર્ડ અને આઇસીસી દ્વારા કોઇ માન્યતા આપવામાં આવી ન હતી. આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટને આ લીગમાં સ્પોટ ફિક્સિંગ થઇ હોવાની શંકા છે. તે પછી અજમાન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટના મેનેજર એક્સલ માર્શલે જણાવ્યું કે યૂએઇમાં રમાયેલી અજમાન ટી-20 લીગ મેચમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓના પગલે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

Related posts

Farmer cultivates the Bamboo : 25 રૂપિયાનો છોડ લગાવી કરી શરૂઆત, હવે કમાય છે લાખો રૂપિયા; જાણો સંપૂર્ણ બિઝનેસ પ્લાન

Vishvesh Dave

Agni-5: ભારતની આ બેલેસ્ટિક મિસાઈલની રેન્જમાં છે અડધોઅડધ વિશ્વ, થરથર કાંપે છે ચીન-પાકિસ્તાન

Pritesh Mehta

Girls Problems / દરેક ટીનેજ ગર્લ્સને અનુભવાતી આ સમસ્યાની સરળ માહિતી માટે અમદાવાદી ટીનેજરે શોધ્યો આ ઉકેલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!