GSTV

અલ અમલઃ UAEનું માર્સ મિશન ઈતિહાસ રચવા તૈયાર, 17મીએ થશે લોન્ચિંગ

UAE

અરબ દેશોને વૈજ્ઞાનિક શોધ અને સંશોધનોમાં યૂરોપ (UAE) અને અમેરિકાની સરખામણીમાં પછાત માનવામાં આવે છે પરંતુ અરબ દેશો દ્વારા એક મહત્વકાંક્ષી અંતરિક્ષ કાર્યક્રમ શરુ થયો છે. આ માનવ રહિત પ્રોબનું નામ અલ- અમલ રાખવામાં આવ્યું છે. અલ -અમલનો પ્રેક્ષેપણ કાર્યક્રમ ખૂબજ અગત્યનો છે. ખાસ કરીને રુઢિચૂસ્ત ગણાતા અરબ જગતના યુવાનોને અંતરિક્ષ વિજ્ઞાનમાં રસ પડે તે માટે આવશ્યક છે. મિશનનો એક ઉદેશ મંગળ ગ્રહના વાતાવરણના મૌસમના રહસ્યો જાણવાનો છે.

UAEના પચાસમાં વર્ષે મંગળ પર પહોંચશે તેવી અપેક્ષા

યુએઇ જ્યારે પોતાના પચાસમાં વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે એમનું અવકાશયાન મંગળ પર પહોંચશે તેવી અપેક્ષા સાથે યુએઈએ તૈયારીઓ આદરી હતી. પરંતુ યુએઈની મંગળ ઓર્બિટર મિશનનું લિફ્ટઓફ શુક્રવાર સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. જાપાની લોંચ સાઇટ પર ખરાબ હવામાનના કારણે લોન્ચ મુલતવી રાખવામાં આવ્યું છે. બુધવારે દક્ષિણ જાપાનના તનેગાશીમા સ્પેસ સેન્ટરથી લોકાર્પણ થવાનું હતું, પરંતુ યુએઈના મિશન ટીમે ટ્વિટર પર નવી તારીખની જાહેરાત કરી છે.

નવ જેટલા સેટલાઇટ અંતરિક્ષમાં

યુનાઇટેડ અરબ દ્વારા નવ જેટલા સેટલાઇટ અંતરિક્ષમાં છે અને આગામી વર્ષોમાં ૮ જેટલા અંતરિક્ષમાં મોકલવાના છે. એક મોટી ગાડી જેવા આકારના ૧૩૫૦ કિલોગ્રામના આ પ્રોબનું પ્રક્ષેપણ જાપાનના તાનેગાશિમા અંતરિક્ષ કેન્દ્રથી ૧૫ જુલાઇના રોજ થનાર હતું પરંતુ ખરાબ હવામાનને પગલે 17 જુલાઈને શુક્રવારે લોન્ચિંગ નક્કી કરાયું છે. જો કે કોઇ પણ ટેકેનિકલ અવરોધ સર્જાય તેવા સંજોગોમાં જ ઓગસ્ટ સુધી લંબાશે. અલ-અમલ પૃથ્વીથી મંગળ ગ્રહ સુધીની સફર માટે પ્રતિ કલાક ૧,૨૧,૦૦૦ કિમીની ઝડપે આગળ વધશે. યુએઇ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સંપર્ક સપ્તાહમાં બે વાર અને એ પણ ૬ થી ૮ કલાક સુધી સીમિત રહેશે.

UAE

મંગળ ગ્રહ પરના એક વર્ષ સુધી રહેશે

પ્રોબ ભ્રમણ કક્ષામાં મંગળ ગ્રહ પરના એક વર્ષ જેટલા સમય સુધી રહેશે. પ્રોબ પર લગાવવામાં આવેલા ત્રણ ઉપકરણ મંગળ ગ્રહ પરના વાતાવરણની તસ્વીરો મોકલશે. આ પ્રોબમાં વાતાવરણના નિચેના ભાગને માપવા અને તાપમાનની વિવિધતાનું વિશ્વલેષણ કરવા માટે સ્પેકટ્રોમીટર છે જયારે રિઝોલ્યૂશન ઇમેજર છે ઓઝનના સ્તરની જાણકારી આપશે. ત્રીજુ એલ્ટ્રાવાયોલેટ સ્પેકટ્રોમીટર છે જે ૪૩૦૦૦ કિમી દૂરથી ઓકસીજન અને હાઇડ્રોજનનું લેવલ માપશે. અધિકારીઓનું માનવું છે કે બીજા ગ્રહોના વાતાવરણ વિશે જે જાણકારી મળશે તે પૃથ્વી પરના જળવાયુને સમજવા માટે ખૂબજ કામ લાગશે. સપ્ટેમ્બરમાં યૂએઇ એ પ્રથમવાર અંતરિક્ષમાં અમીરાતી એસ્ટ્રોનટ મોકલ્યો હતો. હજ્જા અલ મંસોરી અંતરિક્ષમાં જનારા પ્રથમ અમીરાતી બન્યા હતા.

અંતરિક્ષ સ્ટેશન પર પહોંચનારા પ્રથમ આરબ

કઝાકિસ્તાનથી મોકલવામાં આવેલા સોયૂઝ રોકેટમાં અલ-મંસોરી તેમના બે સાથીદારો સાથે અંતરિક્ષના ૮ દિવસના મિશનને પુરુ કરીને પાછા આવી ગયા હતા. આ મિશન દરમિયાન આંતર રાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર પહોંચનારા પ્રથમ આરબ પણ બન્યા હતા. જો કે યુએઇની મહત્વકાંક્ષાની આ તો શરુઆત જ હતી.તેનું લક્ષ્ય મંગળ ગ્રહ પર માનવ વસ્તી વસ્તી વસવવાની છે.એ પહેલા યૂએઇની યોજના દુબઇની બહાર રેગિસ્તાનમાં સફેદ ગુંબજવાળી સાયન્સ સિટીની રચના કરીને તેના પર મંગળ ગ્રહ જેવું વાતાવરણ ઉભું કરવા ઇચ્છે છે. મંગળ ગ્રહ જેવું વાતાવરણ ઉભું કરીને તેમાં મંગળ ગ્રહ પર માનવ વસ્તી માટેની ટેકનિક વિકસિત કરવામાં આવશે.

Read Also

Related posts

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં થશે ચર્ચા, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આપ્યું મોટું નિવેદન: શું તણાવનો આવશે અંત?

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!