GSTV
Home » News » વજન ઘટાડવામાં જાડા કર્મચારીઓની મદદ કરી રહી છે UAE સરકાર

વજન ઘટાડવામાં જાડા કર્મચારીઓની મદદ કરી રહી છે UAE સરકાર

સંયુક્ત આરબ અમીરાત સરકારે વધારે વજનવાળા કર્મચારીઓ માટે વજન ઓછું કરવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના ઉદ્દેશ્યથી એક કાર્યક્રમ શરૂ કર્યો છે. લૂઝ ટૂ વિન નામનો કાર્યક્રમ સ્વાસ્થ્ય મંત્રાલયે શરૂ કર્યો છે. આ કાર્યક્રમ વજન વધારવાની સમસ્યાથી પરેશાન લોકોને આ શીખવા માટે પ્રેરીત કરશે કે કેવીરીતે પોતાની જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર લાવવામાં આવે.

ગલ્ફ ન્યૂઝના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે, ‘આ કાર્યક્રમમાં સ્વસ્થ ભોજનનો સમાવેશ કરવો અને શારીરીક ગતિવિધિ કરવી વગેરે સામેલ છે. જે હેઠળ કર્મચારીઓને આઠ અઠવાડિયાની અંદર જ મોટાભાગનો વજન ઓછો કરવામાં મદદ કરવામાં આવશે. આ કાર્યક્રમની ટીમમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ વિભાગ મંત્રાલયના પોષણ વિશેષજ્ઞ અને સ્વાસ્થ્ય શિક્ષક સામેલ છે.

કાર્યક્રમ દ્વારા યોગ્ય ખાન-પાન અને શારીરિક એક્ટિવિટીમાં સામેલ થવા અંગે કર્મચારીઓને જાણકારી આપવામાં આવશે. આ સાથે જ વધુ વજનની સમસ્યાથી ઝઝૂમી રહેલા કર્મચારીઓને 8 અઠવાડિયામાં વજન ઓછો કરવા માટે ટીપ્સ આપવામાં આવશે. પ્રોગ્રામ ટીમે તેના માટે હેલ્થ અને એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ તરફથી ન્યૂટ્રિશન્સ વિશેષજ્ઞ અને હેલ્થ વિશેષજ્ઞોને પણ નિષ્ણાંત તરીકે સમાવેશ કર્યો છે.

કર્મચારીઓને ફિટ બનાવવા માટે અવેરનેસ સેશનની સાથે પ્રોગ્રામમાં યોગ્ય ખાનપાન માટે એક વર્કશોપ પણ આયોજીત કરવામાં આવશે. આ વર્કશોપમાં ફૂડ લેબલથી ખાદ્ય ઉત્પાદન અંગે જાણકારી લેવી અને બેલેન્સ ડાયટ કેવીરીતે નક્કી થાય, જેવી બાબતો પર પણ માહિતી આપવામાં આવશે.

READ ALSO

Related posts

જ્યારે ઘણી યોજનાઓ શક્ય છે, 370 પણ શક્ય છે

Path Shah

ઉત્તરાખંડ-યુપીનાં રેલવે સ્ટેશન અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવાની ધમકી,પત્ર મળતા હાઇએલર્ટ

Riyaz Parmar

વેપાર પર જોવા મળી પુલવામાની અસર: પાક. સાથેનાં સીમાપારનાં વેપારી સંબંધો પર રોક

Riyaz Parmar