GSTV
Home » News » ખાડી દેશોમાં રૂપે કાર્ડ અપનાવવા વાળો પહેલો દેશ બન્યો UAE, PM મોદીએ કર્યુ લોન્ચ

ખાડી દેશોમાં રૂપે કાર્ડ અપનાવવા વાળો પહેલો દેશ બન્યો UAE, PM મોદીએ કર્યુ લોન્ચ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સંયુક્ત અરબ અમીરાતના માર્કેટમાં રૂપે કાર્ડની રજૂઆત કરી હતી. જેથી અહીંથી ઘણી બધી દુકાવો અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોમાં પણ ભારતના આ ડિજીટલ પેમેન્ટ કાર્ડથી વસ્તુઓ ખરીદી શકાય. સંયુક્ત અરબ અમીરાત પશ્વિમ એશિયાનો પહેલો દેશ બની ગયો છે. જેણે ઈલેક્ટ્રોનિક પેમેન્ટની ભારતીય પ્રણાલીને અપનાવી છે. ભારત આની પહેલાં સિંગાપોર અને ભુટાનમાં રૂપે કાર્ડ ચલાવવાનું શરૂ કરી ચૂક્યા છે.

UAEમા ભારતીય રાજદૂત નવદીપ સિંહ સુરીએ આની પહેલા આ હપ્તામાં કહ્યુ, UAE આ ક્ષેત્રમાં સૌથી મોટું અને આકર્ષક વ્યાવસાયિક કેન્દ્ર છે. આ ક્ષેત્રમાં રહેનારા ભારતીય સમુદાયના સૌથી વધારે લોકો UAEમાં રહે છે. સૌથી વધારે ભારતીય પર્યટકો અહીં જ આવે છે. અને સૌથી વધારે વેપાર ભારત સાથે જ છે. આ ક્ષેત્રમાં રૂપે કાર્ડને સ્વીકાર કરનારા પહેલો દેશ બનવાની સાથે અમે આશા રાખીએ છીએકે, તેને પર્યટન, વેપાર તથા ભારતીય સમુદાય દરેકમાં સૌને લાભ થાય.

બંને દેશોનાં દ્વિપક્ષીય વેપાર 2018માં લગભગ 60 અબજ ડોલરનો રહ્યો હતો. મોદી ફ્રાંસ,UAE અને બહેરીન ત્રણ દેશોની યાત્રાના ક્રમે શુક્રવારે પેરિસથી અહીં આવ્યા હતા. અહીં તેમણે સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયેદથી સમ્માનિત કરાવવામાં આવશે. તેઓ પહેલાં પ્રધાનમંત્રી છે જેમને આ સન્માન આપવામાં આવશે.

READ ALSO

Related posts

‘ચંપા’ અને ‘ચમેલી’ આ રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે જોવા મળશે, જે માણસ પણ નથી અને જાનવર પણ નથી

Mayur

પાકિસ્તાનના F-16 લડાકુ વિમાને ભારતીય યાત્રી વિમાનનો કર્યો પીછો

Dharika Jansari

PMC બેંક કૌભાંડમાં જે પણ લોકોના રૂપિયા ફસાયા તેને હવે આ રીતે ચૂકવણી કરવામાં આવશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!