ભારતને 9 વાર મોકો મળ્યો છતાં પણ હારને જીતમાં ન પલટી શક્યો, આ દેશ જીતી ગયો

એએફસી એશિયન કપમાં યુએઈએ ભારતને 2-0થી હરાવ્યું હતું. આ જીત સાથે યુએઈ આગળના રાઉન્ડમાં પહોંચી ગયું છે. યુએઈ માટે મેચનો પહેલો ગોલ ખલફાન મુબારકે 41મી મિનિટમાં કર્યો હતો. તે પછી અલી મબખઉતે 88મી મિનિટે બીજો ગોલ કરી ભારતને મેચની બહાર કરી દીધું હતું. ભારતે આખા મુકાબલામાં 9 વાર ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા હાથ ન લાગી હતી. સુનિલ છેત્રીએ 4 વાર, આશિક કુરુનિયને 2 વાર અને સંદેશ ઝિંગને 3 વાર ગોલ કરવાનો ચાન્સ ગુમાવ્યો હતો.

ભારત ગ્રુપ સ્ટેજમાં બીજા સ્થાને આવી ગયું

આ હાર સાથે ભારત ગ્રુપ સ્ટેજમાં બીજા સ્થાને આવી ગયું છે. ભારત 1981થી યુએઈ સામે ઇન્ટરનેશનલ મેચ જીતી શકી નથી. આ મેચમાં યુએઇએ ભારત કરતાં બે ગણા પાસ કર્યા હતા. ભારતના પાસ 240 હતા તો યુએઇના 470 હતા. બોલની પઝેશન પણ 66 ટકા યુએઇ પાસે રહી હતી. આમ ભારત મેચમાં પોતાનું પ્રદર્શન દેખાડી શકી જ ન હતી. આમ છતાં ભારતને 2 યલો કાર્ડ મળ્યા હતા. ભારત અને યુએઇ બંનેએ ગોલના 9 વાર પ્રયાસ કર્યા હતા.જેમાં યુએઇ મેદાન મારી ગયું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter