GSTV
Business India News ટોપ સ્ટોરી

US કોન્સ્યુલેટ જનરલ મુંબઈ અને થિયેટર પ્રોજેક્ટસ એલએલપીએ NMACCના ઉદ્ધાટન પૂર્વે યોજ્યું રિસેપ્શન, જિયો વર્લ્ડ સેન્ટરના ઈન્ટરનેશનલ સહયોગને વધાવ્યો

યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈ અને એન્ટરટેન્ટમેન્ટ કન્સલ્ટન્ટ થિયેટર પ્રોજેક્ટ્સ એલએલપીએ આજે મુંબઈ ખાતે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના શુક્રવારે થનારા ભવ્ય ઉદ્યાટન પૂર્વે એક એક રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શનનું આયોજન મુંબઈના નવા જિયો વર્લ્ડ સેન્ટર (JWC) અને તેના પ્રેરણારૂપ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર(NMACC)ની ગ્લોબલ પાર્ટનરશીપ અને તેની ઈન્ડસ્ટ્રીયલ સિદ્ધીઓને બિરદાવવા માટે કરવામાં આવ્યું હતું.

યુએસ-ભારતનું કોલોબરેશન નોકરીઓના સર્જન માટે ઉપયોગી
આ પ્રસંગે યુએસ કોન્સ્યુલેટ જનરલ માઈક હોનકીએ જણાવ્યું હતું કે આજનો પ્રસંગ એ બાબતનું ઉત્તમ ઉદાહરણ છે કે કઈ રીતે યુએસ-ભારતનું કોલોબરેશન બંને દેશમાં વિવિધ પ્રકારની નોકરીઓના સર્જનમાં ઉપયોગી છે. જે બંને દેશોની સમુદ્ધિ માટે જરૂરી છે. થિયેટરના નિર્માણમાં જોડાયેલા તમામને અભિનંદન. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરને ખૂબ સફળતા મળે તેવી શુભકામના. રિસેપ્શન અને ઓપનિંગ ફંક્શનમનાં જિયો વર્લ્ડ સેન્ટરની બીજી કેટલીક સિદ્ધઓની પણ ઝાંખી કરાવવામાં આવી હતી.

મલ્ટી પરપઝમાં થિયેટરમાં છે 2000 બેઠક
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં 2000 બેઠક ધરાવતુ મલ્ટી પરપઝ થિયેટર, 250 બેઠક ધરાવતુ સ્ટુડિયો થિયેટર, ઈમરજિંગ વર્ક માટે 125 બેઠક ધરાવતુ ઈન્ક્યુબેટર અને વિઝ્યુઅલ આર્ટ્સ માટે ચાર માળની સુવિધા છે. નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરની વેબસાઈટ પર સેન્ટરના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા એમ અંબાણીના એક નિવેદન મુજબ આ કલ્ચર સેન્ટરનો મુખ્ય હેતું ભારતીય આર્ટ્સને જાળવી રાખવા અને તેને પ્રોત્સાહન આપવાનો છે. મને આશા છે કે આ સેન્ટર ભારતની ટેલેન્ટને પ્રમોટ કરવા અને તેની જાળવણીમાં મહત્વનો ફાળો આપશે. આ સિવાય તેની મદદથી ભારત અને વિશ્વની વિવિધ કોમ્યુનિટી એક થશે.

કોન્સ્યુલેટ સહિતના મહાનુભવો રિસેપ્શનમાં રહ્યાં હાજર
આ ફંકશનમાં કોન્સ્યુલેટ સહિતના ઘણા મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતા. તેમાં યુએસની વિવિધ કંપનીઓના આર્કિટેક્ચર, એન્જિનિયર, એન્ટરટેન્ટમેન્ટ ડિઝાઈનર પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે જિયો વર્લ્ડ સેન્ટર પ્રોજેક્ટ અને કલ્ચરલ સેન્ટર થિયેટર માટે કેટલીક અમેરિકાની કંપનીઓ અને ભારતીય કંપનીઓ વચ્ચે પાર્ટનરશીપ કરવામાં આવી હતી.

પાર્ટનરશીપને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન સતત ચાલુ
પ્રોજેક્ટ મેનજર અને થિયેટર પ્રોજેક્ટ્સ એલએલપીના પ્રિન્સિપલ મિશેલી નિશાબોલે જણાવ્યું હતું કે આ રિસેપ્શન અને નેટવર્કિંગ ઈવેન્ટ એ મહત્વના પ્રોજેક્ટ્સ માટે ભારત અને યુએસની પાર્ટનરશીપને પ્રોત્સાહન આપવાના મુંબઈના યુએસ કોન્સ્યુલેટ જનરલના મિશનનનો પરિચય કરાવે છે. આપવાનો મુંબઈના યુએસ કોન્સ્યુલેટ જનરલનું મિશન હોવાની વાતનો દાખલો આપે છે. આપવાના મુંબઈના યુએસ કોન્સ્યુલેટ જનરલનું મિશન સતત ચાલુ છે, તે વાતનો અનુભવ કરાવે છે.

READ ALSO…

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV