GSTV

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Last Updated on August 3, 2021 by Zainul Ansari

જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલમ્પિક યોજાઇ રહ્યું છે. ‘ખેલોના મહાકુંભ’માં એક તરફ કેટલીક મહિલા ખેલાડીઓ તેમના પ્રદર્શનના કારણે ચર્ચામાં છે, તો કેટલીક ખેલાડીઓની તેમની સુંદરતાના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જોકે કેટલાક ખેલાડીઓ એવા હોય છે, જે ઓલમ્પિકમાં ભાગ તો નથી લેતા, પરંતુ લોકો તેમને વાયરલ કરી દે છે.

આવી જ એક યુવતી છે Tzuyu, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબજ વાયરલ થઇ રહ્યો છે. તેને ટોક્યો ઓલમ્પિક સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. આ યુવતીને ચીન, તાઇવાન ઉપરાંત કોરિયાની તીરંદાજી ટીમની સભ્ય કહેવામાં આવી રહી છે.

Tzuyuના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે તીરંદાજીમાં ભાગ લેતી જોવા મળી રહી છે. કેટલાક તેને કોરિયાની તીરંદાજ કહી રહ્યા છે અને કેટલાક ચીનના. પરંતુ અમે તમને જણાવી દઈએ કે Tzuyuનો ઓલિમ્પિક સાથે કોઈ સંબંધ નથી.

બ્રાઝિલના એક પત્રકારે ટ્વિટ કર્યું મારા મિત્રએ Tzuyuને તીરંદાજ માન્યું અને મને વાયરલ ટ્વિટ મોકલ્યું. મારે ઉલ્લેખ કરવો પડ્યો કે Tzuyu એક આઇડલ છે અને તેણે આઇડલ સ્ટાર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (ISAC)માં ભાગ લીધો હતો.

Tzuyuની તીરંદાજીનો વિડીયો ત્યારનો છે, જ્યારે તેણે ISACમાં ભાગ લીધો હતો. તેણીએ હંમેશા આઇડલ સ્ટાર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે, અને દરેક વખતે તે તેની કુશળતા અને સુંદરતા બંને માટે વાયરલ થઈ હતી.

Tzuyuનો વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે તે વર્ષ 2019નો છે. Tzuyu તાઇવાનની છે અને સિંગર છે. Tzuyuને ઓલિમ્પિક્સમાં તીરંદાજીમાં ભાગ લેતા જોવાનું દરેકને ગમશે. આશા છે કે, જ્યારે કોરોના મહામારી નિયંત્રણમાં હશે, તો ISAC ફરી શરૂ થશે અને Tzuyu એક્શનમાં દેખાશે.

Read Also

Related posts

રૂપાણી સરકારના એક સિનિયર પ્રધાને કરોડોમાં જમીનનો સોદો કર્યાની ચર્ચાએ જોર પકડ્યું, ઘેર બેઠાના બીજા જ દિવસે સોદો પાડ્યો

Dhruv Brahmbhatt

હું પહેલેથી જ નિશાના પર છું, મારી નિમણૂકને પડકારવા પાછળ બદલાની ભાવના છેઃ અસ્થાનાનો બળાપો

Bansari

જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલો, આતંકવાદીના અંધાધૂંધ ફાયરિંગમાં રેલવે કર્મચારી સહિત બેનાં મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!