GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

જાપાનમાં દર વર્ષે સરેરાશ 26 તોફાનો આવે છે, ત્યાં 69 વર્ષ બાદ જૂલાઈમાં તૂટ્યો આ રેકોર્ડ

દર વર્ષે જાપાનમાં લગભગ 26 તોફાનો આવે છે. મતલબ કે દર મહિને બે કે તેથી વધુ. પરંતુ, જુલાઈ 2020એ 69 વર્ષોમાં આ પ્રકારનો પહેલો મહિનો છે, જ્યારે અહીં કોઈ વાવાઝોડું આવ્યુ ન હતું. 69 વર્ષનો આંકડો એટલા માટે છે કે વાવાઝોડાના ડેટા સંગ્રહને 1951 થી સત્તાવાર રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તોફાનને પગલે જાપાનમાં ઘણી યોજનાઓ બનાવવામાં આવે છે.

કોઈ ઉચ્ચ દબાણનું ક્ષેત્ર બનાવ્યું નથી

જાપાનના મેટ્રોલોજિકલ વિભાગના વડાએ સ્વીકાર્યું છે કે જુલાઇમાં કોઈ તોફાન આવ્યું નથી. તેમના મતે, ગયા મહિને કોઈ ઉચ્ચ દબાણ વિસ્તાર એટલે કે હાઇ પ્રેશર વિસ્તાર બન્યો ન હતો. તેથી, તોફાનની પરિસ્થિતિ સર્જાઇ ન હતી. અને આ દેશ માટે સારા સંકેતો છે. જો કે, આ સમય દરમિયાન દેશમાં ભારે વરસાદ અને પૂર આવ્યુ હતુ. અહીં લગભગ 25 જુલાઈ સુધી વરસાદ પડે છે. માનવામાં આવે છે કે આ વખતે તે ઓગસ્ટના મધ્ય સુધી રહેશે.

મે અને જૂનમાં બે તોફાન

લાઇવ જાપાન ટાઇમ્સની વેબસાઇટ અનુસાર, 12 મેના રોજ ફિલિપાઇન્સ અને 12 જૂને દક્ષિણ ચીન સમુદ્રમાં તોફાનો આવ્યા હતા. તેઓએ જાપાનને પણ અસર કરી. આ મોટા તોફાનો હતા. જૂલાઈમાં સામાન્ય રીતે 3 અથવા તેનાંથી વધુ વખત જાપાનનાં લોકો આ કુદરતી આપત્તિથી પરેશાન રહે છે.

આંકડાઓની વાત

1998નો જુલાઈ મહિનો એવો હતો, જ્યારે એક જ તોફાન આવ્યુ હતું. આવું પણ 30 વર્ષ પછી થયું હતુ. તે જ વર્ષે, 1998માં, કુલ 16 તોફાનો આવ્યા હતા. 2010 ને શાંત ગણવામાં આવે છે. આ સમય દરમિયાન માત્ર 14 તોફાનો જાપાનની સીમામાં પહોંચ્યા હતા.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!