GSTV
Auto & Tech Trending

મોબાઇલનું આવું કવર તમારા જીવ માટે છે જોખમકારક, બદલી નાંખો નહી તો ચૂકવવી પડશે ભારે કિંમત

આજકાલ સ્માર્ટફોન્સનો ક્રેઝ જેટલો વધતો જઇ રહ્યો છે સાથે સાથે મોબાઇલના કવરનો પણ એટલો જ ક્રેઝ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે એવા અનેક મોબાઇલ કવર હોય છે જે મોબાઇલને સુરક્ષિત રાખવાના બદલે આપણા મોબાઇલને નુકસાન પહોંચાડે છે. તમે તે નહી જાણતા હોય કે મોબાઇલ કવર્સ ફોન માટે ખતરનાક સાબિત થાય છે. ચાલો જાણીએ તમારે મોબાઇલ માટે કેવી કવર ખરીદવા જોઇએ.

લેધર કવર

લેધર કવર દેખાવમાં તો આકર્ષક હોય છે પરંતુ આ પ્રકારના કવર લગાવવવાથી ફોન ફાટવાની શક્યતા રહે છે કારણ કે જ્યારે તમે ફોનનો યુઝ કરો છો તો તેની બેટરી હિટ થાય છે જેનાથી લેધર ગરમ થાય છે.

પ્લાસ્ટિક કવર

હાલ માર્કેટમાં મોટાભાગે બધા જ સ્માર્ટફોન્સ માટે પ્લાસ્ટિક કવર બનાવવામાં આવી રહ્યાં છે જેનાથી ફોન પડે તો પણ તૂટવાનો ડર નથી રહેતો. પરંતુ આ કવર પણ તમારા મોબાઇલ માટે જોખમકારક સાબિત થાય છે. કારણ કે ફોન ગરમ થાય તો પ્લાસ્ટિકના કારણે ગરમી બહાર નથી આવી શકતી જેના કારણે ફોનની બેટરી પર તેની અસર થાય છે અને બેટરી ખરાબ થઇ જાય છે.

રબર કવર

રબરના કવર દેખાવમાં આકર્ષક હોય છે જેથી લોકોને આવા કવર્સ પસંદ આવતાં હોય છે કારણ કે રબર હોવાના કારણે આ ફોન હાથમાંથી લપસી જવાનો ડર નથી રહેતો. આ કવર લગાવવાથી મોબાઇલ વધારે ગરમ થઇ જાય છે જેના કારણે મોબાઇલમાં બ્લાસ્ટ થવાનો ડર રહે છે. તેવામાં તમે જો આવા કવર ન લેતાં સિલિકોન કવરનો ઉપયોગ કરવો કારણ કે તે મોબાઇલને ઠંડો કરવાનું કામ કરે છે.

Read Also

Related posts

જે ઉંમરે બાળકો રમે છે, મારું બાળક ઈન્જેક્શન ગણતું હતું, કેન્સરના દર્દીની હાલત સાંભળીને અમિતાભ થઈ ગયા ભાવુક

Kaushal Pancholi

ભારત જાતીય સમાનતાના મામલમાં પાછળ, યુએનની રિપોર્ટમાં થયો આ ખુલાસો

Akib Chhipa

કતારની ટીકા યુરોપિયન દેશોની બેવડી નીતિ, ખાડી દેશના લોકોએ કર્યો બચાવ

Akib Chhipa
GSTV