ગુજરાત સરકારે અમદાવાદ અને વડોદરા શહેરમાંથી પણ હવે 25મી તારીખથી નાઈટ કરફ્યુ હટાવી લેવાનું નક્કી કર્યું છે. આ અંગેનો પરિપત્ર સરકારે આજે જાહેર કર્યો હતો. કોરોનાને કાબુમાં રાખવા માટે વિવિધ શહેરોમાં નાઈટ કરફ્યુનો અમલ હતો. હવે કોરોનાના કેસો ઘટતા આ અમલમાં ક્રમશઃ રાહત અપાઈ હતી. બીજા શહેરોમાંથી તો રાત્રી કરફ્યુ કેટલાક દિવસો પહેલા જ હટાવી લેવાયો હતો. અમદાવાદ અને વડોદરા બે મહાનગરોમાં કરફ્યુ અમલમાં હતો. 25મી ફેબ્રુઆરીથી એ પણ હટી રહ્યો છે.

કોરોનાની શરૃઆત થઈ ત્યારથી અમદાવાદ હોટ-સ્પોટ રહ્યું હતું. માટે અમદાવાદ છેલ્લા 23 મહિનાથી સતત નાઈટ કરફ્યુ સહિતના વિવિધ નિયંત્રણો ધરાવતુ હતુ. એ હવે હટાવી લેવાયા છે.
જોકે બીજા કેટલા નિયંત્રણો સરકારે યથાવત રાખ્યા છે. જેમ કે…
- તમામ પ્રકારના જાહેર કાર્યક્રમો, લગ્ન, મેળાવડા વગેરેમાં હજુ પણ હોલ-પાર્ટીપ્લોટ-કાર્યક્રમ સ્થળની ક્ષમતાના 75 ટકા લોકોને જ ભેગા કરી શકાશે. જો ઈનડોર કાર્યક્રમ હશે તો 50 ટકા લોકોને બોલાવી શકાશે.
- વેપારી-આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ લોકો માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત છે. જેમને પહેલો કે બીજો ડોઝ બાકી હોય તેમણે વહેલી તકે લઈ લેવો જોઈએ.
આ બન્ને નિયંત્રણો 1લી માર્ચ સુધી અમલી રહેશે. એ પછી સ્થિતિ મુજબ ફેરવિચારણા કરાશે.
MUST READ:
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો