GSTV

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Last Updated on August 2, 2021 by Harshad Patel

બે પત્નીઓ વચ્ચે ફસાયેલા પતિને હવે પંચાયત દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે બે પત્નીઓ વચ્ચેથી તેની માતાનો પલંગ દૂર કરવામાં આવે. તેના બદલે તે પોતાનો ખાટલો ત્યાં લગાવે. બંને પત્નીઓની ફરિયાદ સાંભળ્યા બાદ પોલીસે પતિ અને સાસુને પોલીસ સ્ટેશન બોલાવ્યા. ગામના વડાની હાજરીમાં બંને પત્નીઓ અને સાસુને સાંભળ્યા પછી સમજૂતીમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સાસુ બે પત્નીઓ વચ્ચે નહીં આવે. જ્યારે પતિ પણ બંને પત્નીઓનું સમાન રીતે ધ્યાન આપશે.

બીજા લગ્ન પછી વિવાદ શરૂ થયો

મામલો રામપુરના અઝીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખેડા ટાંડા ગામનો છે. ગામના ફિરાસત અલીએ 8 વર્ષ પહેલા ગામની નસરીન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ પછી તેણે ગામની જ બીજી છોકરી શારિકા સાથે અફેર કરવાનું શરૂ કર્યું. ફિરસાતે શરિકા સાથે પણ કોર્ટમાં લગ્ન કર્યા અને તેને લઈ આવ્યો.

બીજા લગ્ન બાદ પ્રથમ પત્નીએ ભારે હંગામો મચાવ્યો

બીજા લગ્ન બાદ પ્રથમ પત્નીએ ભારે હંગામો મચાવ્યો, પરંતુ ગ્રામજનોની સમજાવટ બાદ બંને પત્નીઓ પતિ સાથે રહેવા લાગી. પરંતુ મામલો પાર પડ્યો નહીં, થોડા દિવસો પછી પતિને લઈને બંને પત્નીઓ વચ્ચે ઝઘડો શરૂ થયો. જ્યારે પત્નીઓના ઝઘડામાં પતિ આવ્યો ત્યારે તેને પણ માર ખાવો પડ્યો હતો.

સાસુના નિર્ણયથી પત્નીઓ પરેશાન

વિવાદ વધતાં બંને પત્નીઓ વચ્ચે સાસુ પોતાનો પલંગ રાખીને સૂવા લાગી. સાસુએ બંને પત્નિઓ પર પતિને મળવાથી પણ પ્રતિબંધ મુકી દીધો. જેના કારણે બંને પત્નીઓ કંટાળી ગઈ હતી અને ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન ગઈ હતી.

વિવાદ પરસ્પર સમજૂતિ દ્વારા ઉકેલાયો

મામલાને ગંભીરતાથી લેતા પોલીસે સાસુ અને પતિને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને નક્કી થયું કે બે પત્નીઓ વચ્ચે સાસુ નહીં પણ પતિની પથારી હોવી જોઈએ. પતિ બંને પત્નીઓને સમાન દરજ્જો આપશે. થાણા અધ્યક્ષ અઝીમનગરએ જણાવ્યું હતું કે, પરસ્પર સમજૂતિ પછીથી વિવાદ ઉકેલી નંખાયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!