GSTV
Home » News » બાઈક-મોપેડ 100 CCના હશે તો બે લોકો નહીં બેસી શકે

બાઈક-મોપેડ 100 CCના હશે તો બે લોકો નહીં બેસી શકે

કર્ણાટક સરકાર ટૂંક જ સમયમાં એક એવો નિર્ણય લેવા જઈ રહી છે કે જેનાથી ટુ વ્હીલર ચલાવનારા લોકોને મોટી અસર પડી શકે છે. રાજ્ય સરકાર 100 CC કે તેથી ઓછા પાવરનું એન્જિન ધરાવતા ટુ વ્હીલર્સ પર બે લોકોને બેસવા પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. સરકારનો આ નિર્ણય જુના વાહનોમાં લાગુ નહીં પડે, પરંતુ જે પણ નવું વાહન વેચવામાં આવશે, તેન પર આ નિયમ લાગુ પડશે.

સાથે જ વાહન બનાવનારી કંપનીએ તે સુનિશ્ચિત કરવું પડશે કે એવા બાઈક કે સ્કૂટર પર એક જ વ્યક્તિને બેસવાની વ્યવસ્થા હોય. રાજ્ય સરકારના પરિવહન વિભાગે આ નિર્ણય લેવા માટે પાછળની સીટ પર બેસતા લોકોની સુરક્ષાનો હવાલો આપ્યો છે. સરકારનું કહેવું છે કે, એક્સિડન્ટમાં ભોગ બનનારા મોટા ભાગે પાછળની સીટ પર બેઠા હોય છે. સરકારે આ અંગે કર્ણાટક હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે, અને ટૂંક જ સમયમાં આ અંગે સત્તાવાર સેક્યુલર બહાર પડી શકે છે.

આ પગલાંની સત્તાવાર પુષ્ટિ કરતા રાજ્યના પરિવહન મંત્રી એચએમ રેવન્નાએ જણાવ્યું હતું કે, સરકાર માત્ર મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવા જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, ”કર્ણાટક હાઈકોર્ટે એક એક્સિડન્ટ કેસની સુનાવણીમાં રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો હતો. આ ઘટનામાં એક યુવકનું મોત થયું હતું. કોર્ટના આદેશ પર સરકારે એફિડેવિટ ફાઈલ કરી છે, જે અનુસાર 100 CC સુધીના વાહનો પર બે લોકોના મુસાફરી કરવાની અનુમતિ નથી આપતા.”

આ તરફ ટ્રાન્સપોર્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, ”મોટર વ્હિકલ એક્ટ અનુસાર 100 CC સુધીની ક્ષમતા ધરાવતો કોઇ પણ બાઇક અને સ્કૂરટ પર 2 લોકો સવારી નહી કરી શકે. જોકે ઇન્ડિયન રોડ કોંગ્રેસની સિફારિશો અનુસાર, આ નિયમોની છૂટ આપી દીધી હતી. પરંતુ હવે આ છૂટ પૂરી થઇ જશે.”

Related posts

જો તમે ઓફિસમાં તમારૂ પ્રદર્શન સારૂ કરવા ઈચ્છતા હોય તો કરો આ કામ

Kaushik Bavishi

ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલિક બરતરફ કરાયું, જાણો શા માટે આટલી મોટી કાર્યવાહી કરાઈ

Path Shah

મહેસાણામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!