GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

હવે એક જ ફોનમાં ચલાવી શકો છો બે Whatsapp એકાઉન્ટ, ખૂબ જ સરળ છે રીત

Whatsapp પર જલ્દી જ એક એવુ ફીચર આવવાનુ છે જે થકી તમે એક જ Whatsappએકાઉન્ટને એક થી વધારે ડિવાઈસ પર ચલાવી શકશો. જોકે, હાલમાં કંપની આ ફીચરને ટેસ્ટ કરી રહી છે. જેને આવવામાં થોડો સમય લાગી શકે છે. બીજી ડ્યૂલ સિમ સ્માર્ટફોનના સમયમાં ઘણા બધા યૂઝર્સ છે જે, પોતાના ફોન પર બંને સિમ માટે અલગ-અલગ Whatsapp એકાઉન્ટ ચલાવવા માગે છે. આજે અમે આવા જ યૂઝર્સ માટે એક ટ્રીક લઈને આવ્યા છે. જે થકી તમે એક જ ફોન પર બે અલગ-અલગ Whatsapp એકાઉન્ટ એક સાથે ચલાવી શકે છે.

ફોનમાં પહેલાથી આવે છે ફીચર

આ ટ્રીક માટે તમારા પોતાના સ્માર્ટફોનના જ ફીચરનો વપરાશ કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, શાઓમી, સેમસંગ, વીવી, ઓપ્પો, હુવાવે અને ઓનર જેવા સ્માર્ટફોનમાં Dual Apps અથવા Dual Mode નામનો ફીચર આવે છે. આ અલગ-અલગ ફોનમાં અલગ નામથી આપવામાં આવ્યા છે. જે થકી તમે એક જ ચેટિંગ એપ પર બે એકાઉન્ટ્સનો વપરશ કરી શકે છે. જે ફોનમાં આ એપ હાજર નથી જે Whatsapp Clone એપ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે.

કઈ ફોનમાં ક્યાં નામથી

  • Xiaomi- સ્માર્ટફોનમાં Settins માં જાઓ. અહીયા તમને Dual Apps નો ઓપ્શન મળી જશે.
  • Samsung- સેમસંગમાં આ ફીચર Dual Messenger નામથી મળે છે. ફોનની Settings માં જઈને એડવાન્સ ફીચર ઓપ્શનમાં જાઓ, અહીંયા તમને આ ફીચર મળશે.
  • Oppo- ઓપ્પોમાં આ ફીચરને Clone Apps ના નામ આપવામાં આવે છે. જેથી Settings માં જઈને એક્સેસ કરવામાં આવી શકે છે.
  • Vivo- વીવોમાં આ ફીચર App Clone ના નામથી મળશે. તેને Settings માં જઈને એક્સેસ કરી શકો છો.
  • Asus- આસુસ સ્માર્ટફોનમાં Setting માં જાઓ. અહીંય તમને Twin apps નું ઓપ્શન મળી જશે.
  • Huawei and Honor- આ બંને ફોનમાં આ ફીચર App Twin ના નામથી મળશે. જેથી Settings માં જઈને એક્સેસ કરી શકે છે.

આ રીતે ચલાવો એક ફોનમાં બે Whatsapp

  • તમારા ફઓનની ડ્યૂલ એપ્સ સેટિંગ્સને ઓપન કરો.
  • જે એપનુ ક્લોન બનાવવાનુ છે તેને સિલેક્ટ કરો. (આહીંયા તમને Whatsapp સિલેક્ટ કરે છે)
  • પ્રોસેસપ પૂર્ણ થવાની રાહ કરે.
  • હવે તમારી હોમ સ્ક્રીન પર એક નવો WhatsApp logo આવી જશે. તેના પર ટેપ કરો.
  • હવે તેમાં બીજી નંબરથી લોગઈન કરી વપરાશ કરો.

READ ALSO

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!