GSTV
Home » News » કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

એક તરફ ગુજરાત વિધાનસભામાં ભાજપનાં ધારાસભ્યોની મહત્વની બેઠક મળશે. ત્યારે બીજી તરફ ભાજપમાં સંગઠન લેવલે પણ બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તારીખ 18 જુન, 2019નાં રોજ કમલમ્ ખાતે બે પ્રકારની પ્રદેશ બેઠકો યોજાશે.

પ્રથમ બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રવક્તા ભરત પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું કે, પ્રથમ પ્રદેશ બેઠક આવતીકાલે સવારે 10 કલાકે પ્રારંભ થશે અને ભોજન સમય સુધી ચાલશે. જેમાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા/મહાનગરના પ્રભારીઓ ઉપસ્થિત રહેશે.

CM Vijay Rupani

બીજી બેઠક

ત્યારબાદ .મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં બપોરે 1 કલાકે બીજી પ્રદેશ બેઠક યોજાશે. આ બેઠકમાં સંગઠન પર્વની કેન્દ્રીય યોજના મુજબ આગામી 6 જુલાઈથી શરૂ થનાર સદસ્યતા અભિયાનના આયોજન બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવશે તેમજ હાલની સભ્ય સંખ્યામાં ઓછામાં ઓછા 20 ટકા નવા સભ્યો જોડવા માટેના કાર્યક્રમોનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે.

જેમાં પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખશ્રીઓ, જિલ્લા/મહાનગરના પ્રભારીશ્રીઓ સહિત પ્રદેશ મોરચાના મહામંત્રીઓ, લોકસભા બેઠકના પ્રભારીઓ-ઇન્ચાર્જઓ-સહઇન્ચાર્જઓ તથા જીલ્લા/મહાનગરના પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.

READ ALSO

Related posts

કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયાઓની હવે ખેર નહી, સરકારે ગૃહમાં પસાર કર્યો આ ઠરાવ

Path Shah

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

કર્ણાટક: સરકારનાં વિશ્વાસમતમાં ગેરહાજર રહેલા બસપા ધારાસભ્ય સામે માયાવતીએ કરી આ કાર્યવાહી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!