GSTV

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થયો છે. બંને જવાનોને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અરુણ સેનવા અને અજય શિંદેનાઓને કાયમી સસ્પેન્ડ કરાયા હતા. ટ્રાફિક શાખાના નાયબ પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં બંને જવાનોએ વાહન ચાલકોની ચાવી કાઢી રૂપિયા પણ ઉઘરાવ્યાં હતા.વાહન ચાલકો જોડે અસભ્ય વર્તન પણ કર્યું હતું.

સુરત મહાનગર પાલિકા દ્વારા ત્રણ મોલ સીલ કરાયા

સુરત મહાનગર પાલિકા દ્વારા ત્રણ મોલ સીલ કરાયા. ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલ, વીઆર મોલ અને સેન્ટ્રલ મોલ સીલ કરાયા હતા..ત્રણે મોલમાં પાલિકા દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને માસ્ક પહેરવામાં બેદરકારી ધ્યાને આવી હતી. પાલિકાના અઠવા ઝોન દ્વારા શિક્ષાત્મક પગલાં ભરી આગામી ૪૮ કલાક સુધી મોલ બંધ રાખવા સંચાલકોને કડક સૂચના આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

અધિક માસમાં દરરોજ કરો આ મંત્રોનો જાપ, ભગવાન વિષ્ણુની તમારા પર થશે અસીમ કૃપા

Ankita Trada

આર્થિક મંદી / આવક ઓછી અને ખર્ચા વધ્યા : આ 3 મોરચે મોદી સરકારની વધી શકે છે ચિંતા, હવે ભરાઈ ગઈ છે સરકાર

Karan

ઓટો સેક્ટરની હાલત સુધારવા સરકાર લાવી રહી છે આ પોલિસી, 30 ટકા સસ્તી થશે નવી કાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!