GSTV
Home » News » ગીર સોમનાથમાં જોવા મળ્યા બે શંકાસ્પદ જહાજો, કોસ્ટગાર્ડે કરી કાર્યવાહી

ગીર સોમનાથમાં જોવા મળ્યા બે શંકાસ્પદ જહાજો, કોસ્ટગાર્ડે કરી કાર્યવાહી

ગીર સોમનાથ પાસે અરબી સમુદ્રમાં બે જહાજોની શંકાસ્પદ ગતિવિધિને જોતા તેમને અટકાવ્યા. બંને જહાજને અંબુજા જેટી લાવીને તપાસની કવાયત હાથ ધરાઇ છે. જો કે હજુ સુધી કોઈ સંદિગ્ધ પ્રદાર્થ કે કેફી દ્રવ્ય મળ્યું નથી. એફએસએલ દ્વારા હજુ પણ તપાસ ચાલુ છે. જો કે બે નિયમોનું ઉલંઘન કરવાને લઇને કોસ્ટગાર્ડે કાર્યવાહી કરી હતી. નોમ્સ મુજબ જહાજને દિવસે ટોઇંગ કરવાનું હોય છે. જેના બદલે ક્રુમેમ્બરોએ રાત્રે ટોઇંગ કર્યું હતું.

સાથો સાથ પ્રતિબંધિત ફોનમાંથી વાત ચીત પણ કરી હતી. શંકાસ્પદ સી-સેલ નામનું જહાજ ઇરાનનું હોવાનું બહાર આવ્યું. જોકે તેનું રજીસ્ટેશન ઇન્ડોનેશયા નજીક એક ટાપુનું છે. ઈરાનના માલિકે કુવૈતમાં અન્ય માલિકને જહાજ વેચ્યુ હતુ. ઇન્ડોનેશયાથી કુવૈત પહોંચાડવા માટે બે ટગને દોરડા વડે બાંધી સી-સેલ નામનુ જહાજ લઈ જવામાં આવતુ હતુ.

જોકે તેઓને અનેક વખત ડિઝલ સહિતના પ્રશ્નોને લઈને પરેશાની વેઠવી પડી હતી. આ જહાજદીવ નજીક પહોંચતા એક ટગનું દોરડું તૂટી જતા એક ટગે દરિયામાં જળસમાધિ લીધી હતી.જહાજમાં 14 જેટલા ક્રુ મેમ્બર હતા. આ 14 ક્રુ મેમ્બર્સમાં પાંચ ભારતીય અને 9 ઈરાનના હોવાનું અનુમાન છે.

READ ALSO

Related posts

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

Nilesh Jethva

કાશ્મિર પર પાકિસ્તાનની નવી રમત, હવે પહોંચ્યું ફેસબુક-ટ્વિટર પાસે

Kaushik Bavishi

નર્મદા ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા, નજારો જોવા લોકોની ભીડ ઉમટી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!