GSTV
Home » News » અરબી સમુદ્રમાં બે શંકાસ્પદ જહાજો પકડાયા, કોસ્ટ ગાર્ડે કરી આ કાર્યવાહી

અરબી સમુદ્રમાં બે શંકાસ્પદ જહાજો પકડાયા, કોસ્ટ ગાર્ડે કરી આ કાર્યવાહી

ગીર સોમનાથ પાસે અરબી સમુદ્રમાં બે જહાજોની શંકાસ્પદ ગતિવિધિને જોતા તેમને અટકાવવામાં આવ્યા છે. બંને જહાજને અંબુજા જેટી લાવીને તપાસની કવાયત હાથ ધરાઇ છે. જો કે હજુ સુધી કોઈ સંદિગ્ધ પ્રદાર્થ કે કેફી દ્રવ્ય મળ્યું નથી. એફએસએલ દ્વારા હજુ પણ તપાસ ચાલુ છે. જો કે નિયમોનું ઉલંઘન કરવાને લઇને કોસ્ટગાર્ડે કાર્યવાહી કરી હતી. નોમ્સ મુજબ જહાજને દિવસે ટોઇંગ કરવાનું હોય છે. જેના બદલે ક્રુમેમ્બરોએ રાત્રે ટોઇંગ કર્યું હતું.

સાથો સાથ પ્રતિબંધિત ફોનમાંથી વાત ચીત પણ કરી હતી. શંકાસ્પદ સી-સેલ નામનું જહાજ ઇરાનનું હોવાનું બહાર આવ્યું છે. જોકે તેનું રજીસ્ટેશન ઇન્ડોનેશયા નજીક એક ટાપુનું છે. ઈરાનના માલિકે કુવૈતમાં અન્ય માલિકને જહાજ વેચ્યુ હતુ. ઇન્ડોનેશયાથી કુવૈત પહોંચાડવા માટે બે ટગને દોરડા વડે બાંધી સી-સેલ નામનુ જહાજ લઈ જવામાં આવતુ હતુ.

જોકે તેઓને અનેક વખત ડિઝલ સહિતના પ્રશ્નોને લઈને પરેશાની વેઠવી પડી હતી. આ જહાજ દીવ નજીક પહોંચતા એક ટગનું દોરડું તૂટી જતા ટગે દરિયામાં જળસમાધિ લીધી હતી. જહાજમાં 14 જેટલા ક્રુ મેમ્બર હતા. આ 14 ક્રુ મેમ્બર્સમાં પાંચ ભારતીય અને 9 ઈરાનના હોવાનું અનુમાન છે.

READ ALSO

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!