GSTV
Rajkot Trending ગુજરાત

રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ

નોટો

રાજકોટમાં રહી અભ્યાસ કરતા બે છાત્રોને ગાંધીગ્રામ-૨ પોલીસે રૂા.૫૦૦નાં દરની 1 લાખ ની કિંમતની જાલીનોટ સાથે ઝડપી લીધા હતાં. સપ્લાયર તરીકે જેનું નામ ખુલ્યું છે તેણે થોડા સમય પહેલાં જ આત્મહત્યા કરી લીધી હોવાથી તપાસને બ્રેક લાગી ગઈ છે. રૂા. 1 લાખ ની જાલીનોટો સુરતનાં શખ્સને પણ મોકલાઈ હતી. ગાંધીગ્રામ-૨નાં પીએસઆઈ અરવિંદસિંહ જાડેજાએ સ્ટાફને મળેલી બાતમીનાં આધારે ગઈકાલે મોડીરાત્રે કાલાવડ રોડ પરનાં પ્રેમ મંદિર પાસેથી કીશન દિનેશ પાંચાણી (ઉ.વ.૨૧)ને રૂા. ૫૦૦નાં દરની 1 લાખ ની કિંમતની જાલીનોટો સાથે ઝડપી લીધો હતો.

નોટો
  • રાજકોટમાં ઝડપાઈ ડુપ્લિકેટ ચલણી નોટો
  • કોલેજમાં અભ્યાસ કરતા બે યુવકો પકડાયા ડુપ્લિકેટ નોટ સાથે
  • યુનિ. પોલીસે બે વિદ્યાર્થિની કરી અટકાયત
  • ગાર્ડી કોલેજ અને આત્મીય કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પકડાયા
  • ગાર્ડી કોલેજનો કિશાન પાંચાણી અને આત્મીય કોલેજને અવેશ ભોરને પોલીસે પકડ્યા
  • 1 લાખની 500 વાળી નોટ યુનિ. પોલીસે કરી કબ્જે
  • કોલેજમાં મોજ શોખ કરવા ડુપ્લિકેટ નોટ બનાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્લું

મુળ વંથલીનાં ચાંપોદર ગામનો અને હાલ પ્રેમ મંદિરની બાજુમાં આવેલા મકાનમાં ભાડેથી રહેતો કિશન ગાર્ડી કોલેજમાં બી.ઈ.નાં બીજા વર્ષમાં ડીગ્રી કોર્ષ કરી રહ્યો છે. તેણે પુછપરછમાં જાલીનોટો મુળ વિસાવદરનાં અને હાલ તેની બાજુમાં ભાડાનાં મકાનમાં રહી આત્મીય કોલેજમાં બાયો ટેકનોલોજીનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા આવેશ અનવર ભોરે આપ્યાની કબુલાત આપતા પોલીસે આવેશને પણ ઉઠાવી લીધો હતો. તેણે વિસાવદર રહેતા હર્ષ ભાવેશ રેણુંકા પાસેથી આ જાલીનોટો લઈ આવ્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે તપાસ કરતાં હર્ષે થોડા સમય પહેલા જ આપઘાત કરી લીધાની માહિતી બહાર આવતા તપાસ અટકી ગઈ હતી.

નોટો

જાલીનોટોનો સપ્લાયર હર્ષ ખરેખર કઈ જગ્યાએ જાલીનોટો છાપતો હતો, અત્યાર સુધી તેણે કેટલા રૂપિયાની જાલીનોટો વેંચી નાખી છે તે સહિતનાં મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. જાલીનોટમાં વચેટીયાની ભુમિકા ભજવનાર આવેશ પાસેથી હજુ ઘણી માહિતી મળે તેવી શક્યતા પોલીસ જોઈ રહી છે. આજ કારણથી તેની ધનીષ્ઠ પુછપરછ હાથ ધરવામાં આવી છે. તેણે આ અગાઉ હર્ષ પાસેથી લઈ જાલીનોટો કોઈને આપી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

Read Also

Related posts

કપિલ દેવે આઇસીસીને કરી અપીલ, કહ્યું- વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને બચાવો, નહીં તો ફૂટબોલ જેવા હાલ થશે

GSTV Web Desk

મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી

Hardik Hingu

ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત

GSTV Web Desk
GSTV