GSTV
Baroda Crime ગુજરાત

વડોદરા / ડભોઇના ગામોમાંથી MGVCLના વીજ વાયરોની ચોરી કરનારા બે તસ્કરો ઝડપાયા

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના જુદા જુદા ગામોમાંથી વીજ વાયરોની ચોરી કરનારા બે તસ્કરોને  વાઘોડિયા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને તસ્કરોને ડભોઇ પોલીસે ટ્રાન્સફર વોરંટથી ડભોઇ લાવી વધુ તપાસ હાથ ધરી છે. 

ડભોઇ તાલુકાના કુંઢેલા, વણાદરા, અંબાવ ગામમાંથી વીજ વાયર ચોરી થયા હોવાની ફરિયાદ મધ્યગુજરાત વીજ કંપની દ્વારા કરવામાં આવી હતી. વાઘોડિયા પોલીસના હાથે રાત્રિના પેટ્રોલિંગ દરમ્યાન મધ્ય ગુજરાત વીજ કંપનીના એલ્યુમિનિયમના જથ્થાબંધ વીજ વાયરો કાપી ચોરી કરી કારમાં લઈ જતા બે ઈસમો ઝડપાયા હતા. 

આ ઈસમો ને નામ પૂછતાં તેમને ભગવાનલાલ બાલુરામજી ગુજ્જર રહે રાજસ્થાન હાલ રહે વડોદરા તેમજ તેનો સાથી શેરખાન સિકંદરભાઈ સિંધી રહે સેગુવાડા તા.ડભોઇ જણાવેલ.  બંને ઈસમો પાસેથી  ચોરી કરેલા વીજ વાયરો પોલીસે કબજે કર્યા છે. ડભોઇ ખાતે થયેલ ચોરીમાં પણ આ બંને ઇસમનો હાથ હોય, ડભોઇ પોલીસ દ્વારા બંને ઇસમનો ટ્રાન્સફર વોરંટથી ડભોઇ લાવી મધ્યગુજરાત વીજ કંપનીની ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી, અમે વિરમગામમાં જઈને કરીશું વિરોધ

pratikshah

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV