GSTV

જમ્મુ-કાશ્મીર: સરપંચો પર આતંકી હુમલાથી BJPમાં ભયનો માહોલ, 24 કલાકમાં 4 નેતાઓએ આપી દીધાં રાજીનામા

bjp

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકની અંદર, ભારતીય જનતા પાર્ટી (BJP) ના ચાર નેતાઓએ રાજીનામું આપી દીધું છે. કુલગામના દેવસરથી ભાજપ સરપંચે આજે રાજીનામું આપ્યું હતું. આ અગાઉ BJPના કાર્યકરો સબઝાર અહેમદ પાડર, નિસાર અહેમદ વાની અને આશિક હુસેન પાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

સરપંચો પર આતંકી હુમલાનો સિલસિલો યથાવત

કાશ્મીર

ભાજપના નેતાઓના રાજીનામા પાછળનું કારણ કુલગામમાં સરપંચો પરના જીવલેણ હુમલાને ગણાવવામાં આવી રહ્યું છે. આજે કુલગામ જિલ્લાના કાજીગુંડ બ્લોકના વેસુ ગામમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સરપંચ સજાદ અહમદ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તરત જ ભાજપના સરપંચને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

BJP નેતાઓમાં ભયનો માહોલ

ભાજપના સરપંચ સજાદ અહમદની હત્યાના થોડા કલાકો પૂર્વે જ કાજીગુંડ અખરાનમાં આતંકીઓએ બીજેપી પંચ આરીફ અહેમદ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં આરીફ અહેમદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સરપંચો ઉપર હુમલો થતાં ભાજપના નેતાઓમાં ભયનું વાતાવરણ છે. માનવામાં આવે છે કે આતંકવાદીઓના હુમલા બાદ જ ભાજપના નેતાઓ રાજીનામું આપી રહ્યા છે.

જોકે, રાજીનામું આપનારા નેતાઓનું કહેવું છે કે તેમની વ્યસ્તતાને કારણે તેઓ ભાજપની પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે સમય કાઢવામાં અસમર્થ છે, તેથી તેઓએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. આજથી અમારે ભાજપ સાથે કંઈ લેવાદેવા નથી. જો તેમના કારણે કોઇને પરેશાની થઇ હોય તો તે માફી ઇચ્છે છે.

Read Also

Related posts

દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય: કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખી આપ્યો આદેશ, આ તારીખ સુધી બંધ રહેશે શાળાઓ

Pravin Makwana

આ પોઝિશન્સમાં રતિક્રીડાનું સુખ માણ્યા બાદ બીજા દિવસે થાય છે તેની આવી અસર

Arohi

શાળાઓની ફી મુદ્દે હાઈકોર્ટના હુકમ બાદ શાળા સંચાલક મંડળે કહ્યું, અમને ન્યાયાલય પાસે અનેક આશાઓ હતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!