GSTV

CAA-NRCનાં વિરોધમાં ઉત્તર પૂર્વને ભારતથી અલગ કરવાની વાત કરનારા શરજીલ ઈમામ ફરાર, 3ની ધરપકડ

સીએએના વિરોધમાં ઉત્તર પૂર્વ ભાગને દેશથી અલગ કરી દેવાના વિવાદિત ભાષણ આપનાર શર્જીલ ઇમામના ઘર અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને શર્જીલ ઇમામ હાલ ક્યાં છે તેની પૂછપરછ કરી હતી.

આ ઉપરાંત તે અન્ય કોઇ દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.  શર્જીલ ઇમામે શાહીન બાગમાં આ વિવાદિત નિવેદન આપ્યું હતું, જે બાદ શાહીન બાગ કમિટીએ તેને પદ પરથી હટાવી દીધો હતો. શર્જીલે કહ્યું હતું કે જો આપણે સીએએનો વિરોધ યોગ્ય રીતે કરવો હોય તો ઉત્તર પૂર્વી ભાગને ભારતથી અલગ કરવો પડશે અને આ માટે ચક્કાજામ કરવું પડશે.

તેના આ વીડિયો બાદ ભાજપના નેતાઓએ તેને ખુબ શેર કર્યો હતો અને ભારતના ભાગલા પાડવા માગતો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેની વિરૂદ્ધ હાલ સેડિસન સહિતની વિવિધ કલમો સાથે ચાર જેટલા રાજ્યોમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. હાલ શર્જીલની ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે.

એસએસપી આકાશ કુલ્હારીએ જણાવ્યું હતું કે અમે બે ટીમને શર્જિલ ઇમામની ધરપકડ માટે મોકલી હતી. જોકે તે હાજર ન હોવાથી અન્ય બેની અટકાયત કરીને પૂછપરછ કરીને છોડી મુકવામાં આવ્યા છે. સાથે જ દિલ્હી પોલીસ અને બિહાર પોલીસની સાથે પણ વાતચીત ચાલી રહી છે. પોલીસે કાર ચાલકને પણ અટકાયતમાં લીધો હતો.

READ ALSO

Related posts

69મી Mann Ki Baat LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન શરૂ

pratik shah

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 60 લાખની નજીક, 94 હજાર કરતા વધારે દર્દીઓના નીપજી ચુક્યાં છે મોત

Mansi Patel

ICCની દુબઈ ઓફિસ આવી કોરોનાની ઝપેટમાં, કેટલાક અધિકારીઓ મળી આવ્યા પોઝિટીવ, પડી શકે છે IPL પર અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!