GSTV
Home » News » આ બે કારણોસર લાખો મહિલાઓ અને પુરુષો બની રહ્યાં છે કેન્સરનો ભોગ

આ બે કારણોસર લાખો મહિલાઓ અને પુરુષો બની રહ્યાં છે કેન્સરનો ભોગ

 

દુનિયાભરમાં 8 લાખથી વધુ લોકો એવા કેન્સરનો બોગ બન્યા છે જે ડાયાબિટીસ અને મેદસ્વીતાની બિમારીથી ગ્રસ્ત છે. આ વાત એક રિસર્ચ દ્વારા સામે આવી છે. આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે આજની જીવનશૈલીમાં સામાન્ય બાબત ગણાતા મેદસ્વીતા અને ડાયાબિટીસ જેવી  બિમારીઓના કારણે લોકોને કેન્સર જેવા રોગ થવાનું જોખમ વધી ગયું છે.

આ રિસર્ચ અનુસાર વર્ષ 2012માં એવા 8 લાખથી વધુ લોકોમાં કેન્સરના લક્ષણો જોવા મળ્યા હતાં જે મેદસ્વીતા અને ડાયાબિટીસથી ગ્રસ્ત હતાં. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ કેન્સરના દર્દીઓની સંખ્યા વધી છે. આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે 12 પ્રકારના ઘાતક કેન્સર માંથી ત્રીજા ભાગનું કેન્સર આ બે સમસ્યાઓના કારણે જ થયું હતું.

આ રિસર્ચ અનુસાર વધુ વજન અને ડાયાબિટીસના કારણે થતું કેન્સર પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં બે ગણું વધારે હોય છે. રિસર્ચમાં ચેતવણી આપવામાં આવી છે કે આગામી 20 વર્ષોથી પણ ઓછા સમયની અંદર આ બે કારણોથી થતું કેન્સર મહિલાઓમાં 30 ટકા અને પુરુષોમાં 20 ટકા વધી શકે છે. આ રિસર્ચ સાથે સંબંધિત ડોક્ટરોએ જણાવ્યું કે મેદસ્વીતાના કારણે કેન્સર થાય છે આ વાત પહેલાં પણ સામે વી ચુકી હતી. પરંતુ ડાયાબિટીસના કારણે પણ કેન્સર થાય છે તે તાજેતરમાં જ જાણવા મળ્યું છે.

ફક્ત ડાયાબિટીસ કે મેદસ્વીતા સાથે દર વર્ષે હજારોની સંખ્યામાં લોકોને કેન્સર થાય છે. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે પુરુષોમાં 40 ટકા લિવર કેન્સર ડાયાબિટીસ અને મેદસ્વીતાના કારણે જ થાય છે. તેવામાં એક તૃતિયાંશ ભાગનું કેન્સર યૂટેરિન અને બ્રેસ્ટ કેન્સર માટે ડાયાબિટીસ અને મેદસ્વીતા જવાબદાર છે.

Related posts

ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની કૌભાંડમાં ફસાયા, જાહેર ફંડના દુરપયોગ બદલ દોષિત

Mayur

30 સેકન્ડમાં આ ટ્રીક બચાવી લેશે તમારા તુટતાં સંબંધને

Bansari

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી છત્તીસગઢમાં વિજળી પડતાં ચારનાં મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!