GSTV

દીકરાના પ્રેમલગ્નની સજા માતાએ ભોગવી, દોઢ મહિના સુધી ના મરજી છતાં બાંધવા પડ્યા સેક્સસંબંધો : ગુજરાતની ઘટના

Last Updated on November 20, 2019 by Karan

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. કાંકરેજ તાલુકાની ૫૦ વર્ષીય આધેડ મહિલાને પોતાના પુત્રે પ્રેમલગ્ન કરતાં સમાજના બંધારણ મુજબ નાત બહાર મુકવા તેમજ રૃપિયા ૫ લાખનો દંડ ભરવામાંથી મુક્તિ આપવા બાબતે સુથાર સમાજના બે ૬૦ વર્ષના આગેવાનોએ મહિલાની મજબુરીનો લાભ લઈ દોઢ માસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. આ બાબતે બન્ને કહેવાતા આગેવાનોની વારંવાર કનડગતના લીધે મહિલાએ હિંમત કરી પરિવારને જાણ કરી હતી. બાદમાં પોલીસ ફરિયાદ કરતા બન્ને આગેવાનો હાલ ફરાર છે.

સંબંધ બાંધવા કરી મજબૂર

મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામના રણછોડ દાનભાઈ સુથાર અને લોરવાડા ગામના બીજોલ રામજીભાઈ સુથારે સમાજના આગેવાનોનો ઠેકો લઈ આધેડ મહિલાને ડરાવી, ધમકાવી તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. દોઢ મહિના અગાઉ ભોગ બનનાર મહિલાના પુત્રએ પ્રેમલગ્ન કરતાં તેના પરિવારજનોને સમાજ બહાર મુકી દેવાશે અને પાંચ લાખ દંડ કરાશે તેવી ધમકી આપી હતી. જોકે આવું ન કરવું હોય તો પ્રેમલગ્ન કરનાર યુવકની માતાને મોબાઈલ પર વાતચીત કરવાની અને સંબંધ બાંધવા માટે મજબુર કરી હતી. આ ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને આવા દુષ્કર્મીઓને ઝડપથી પકડી પાડી સજા થાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

મહિલા ઘરે એકલી હોય ત્યારે…

ઉપરાંત મહિલા એકલી ઘરે હતી ત્યારે બન્ને આગેવાનોએ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આવું ઘણા સમય સુધી ચાલુ રહ્યું હતું. જે બાદ મહિલાએ હિંમત એકઠી કરીને તેના પરિવારને આ ઘટનાની જાણ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આશરે ૫૦ વર્ષીય આધેડ મહિલા પર બન્ને આરોપી આગેવાનો અવારનવાર દુષ્કર્મ આચરતા હતા. તેમણે મહિલાની બહેનપણીને પણ આ રીતે તૈયાર કરવાનું જણાવ્યું હતું ત્યારે ધમકી પણ આપી હતી કે જો તું આવું નહિ કરે તો મોબાઈલમાં કરેલી વાતો વાયરલ કરી દેશું. જેથી મહિલા અતિશય ડરી ગઈ હતી અને સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતાં સામુહિક દુષ્કર્મનો ગુનો દાખલ કર્યા બાદ મહિલાનું ચેકઅપ કરવામાં આવ્યું છે. બંને આરોપીઓના ઘરે તપાસ અને પુછપરછનો દોર શરૃ થયો છે. હાલમાં આ બન્ને આરોપીઓ ફરાર છે.

અન્ય મહિલાને પણ બંને ફસાવવા માગતા હતા

ડીસાના મોટી ઘરનાળના આ બંને કહેવાતા આગેવાનોએ પહેલા આ મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ અન્ય એક મહિલાને પણ ફસાવવા માગતા હતા. આ બંને કહેવાતા આગેવાનોએ મહિલાને ધમકી આપી અન્ય મહિલાને ફસાવવા વાત કરી હતી. પરંતુ મહિલાએ હિંમતભેર પરિવારને વાત કરતા અન્ય મહિલા બચી ગઈ હતી.

ફોન પર કરેલી વાતોને વાયરલ કરી દેવાની ધમકી આપી

ભોગ બનનાર મહિલાનો પ્રથમ આ બંનેએ મોબાઈલ નંબર મેળવ્યો હતો ત્યારબાદ પાંચ લાખનો દંડ અને સમાજની બહાર મુકવાની વાત વારંવાર ફોન પર કરતા હતા. ત્યારબાદ અચાનક બંનેએ સૂર બદલ્યા હતા અને અઘટિત માંગણી કરી હતી અને આ તમામ વાતોને વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

READ ALSO

Related posts

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

pratik shah

Tokyo Olympics Live: હોકી સેમિફાઇનલના પહેલા ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આર્જેન્ટિના સામે 1-1 ની બરાબરી

Pritesh Mehta

ચેતજો/દારૂનુ સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!