GSTV

ઢગો 5 માસથી આચરતો હતો દુષ્કર્મ, બળજબરીથી એવું પણ કરતો કે વાંચીને માથુ ચકરાઈ જશે

અમરેલી જિલ્લા આજે ચોથા દિવસે પણ દુષ્કર્મની ચોથી ઘટનાં પોલીસ દફતરે નોંધાઈ છે. ચાર દિવસમાં ચાર દુષ્કર્મની ઘટનાથી ફરી એકવાર મહિલાની સલામતિ સામે પ્રશ્નાર્થ સર્જાયેલ છે. અમરેલીનાં બહારપરા વિસ્તારનાં એક ઢગાએ તેજ વિસ્તારની એક મહિલાને છરી બતાવી જાનથી મારી નાખવાનીધમકી આપી છેલ્લાં પાંચ માસથી અનેકવાર દૂષ્કર્મ અને સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય આચરી તેમનાં એક મિત્ર સાથે મહિલાનાં ઘરમાં ઘુસી  બળજબરી જાતિય હૂમલો કરી ઘરમાં તોડફોડ કર્યાની ઘટનાથી શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જીલ્લામાં અસામાજીક તત્વો બેલગામ બનતા આજે ચોથા દિવસે દૂષ્કર્મની ચોથી ઘટનામાં અમરેલી શહેરમાં નોંધાઈ છે. જેમાં બહારપરા વિસ્તારનાં ડૂબાણયામાં રહેતો યાસીન ઉર્ફે જીવો અબ્દુલ સેલોત નામનાં શખ્સે ગત શ્રાવણ માસ તેજ વિસ્તારમાં રહેતી એક મહિલાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દૂષ્કર્મ આચર્યું હતું. બાદમાં ઢગા એ મહિલાને સમાજમાં  બદનામ કરવાની ધમકી આપી છેલ્લા પાંચ માસથી અવાર નવાર હવસનો શિકાર બનવતો , આ શખ્સનું બળજબરીથી મહિલા ઉપર સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. દરમિયાન ગઈકાલે ભોગ બનનાર મહિલા તેમની  બહેન સાથે નદીએ કપડા ધોવા ગયેલ હતી ત્યારે નરાધમ શખ્સ તેનાં મિત્ર સલીમ ઉર્ફે છન્નો ઈબ્રાહીમ રાઠોડ (રે. ચોરાયા) સાથે જઈ જાહેરમાં બદનામીકરતા બંને બહેનો ઘરે પરત જતી રહી હતી.

જેની પાછળ જઈ નરાધમોએ મહિલાનાં ઘરમાં ઘુસી ઘરમાં બળજબરી કરી ગાળો આપી તોડફોડ કરી આતંક મચાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ હતાં. ઘરમાં ઘુસી આતંક મચાવી સરેઆમ ડરનો માહોલ ઉભો કરનારા બંને શખ્સો સામે દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાએ અમરેલી સીટી પોલીસમાં કલમ ૩૭૬ (૩૭૬ (૨) (એમ) (એન), ૩૭૭, ૩૫૪, ૩૫૪, (ક) (ઘ), ૪૪૭, ૪૨૭, ૫૦૪ / ૫૦૬ (૨), ૫૦૯ મુજબ ફરીયાદ નોંધાવેલ હતી. નાસી છુટેલા બંને આરોપીને ઝડપી લેવા પોલીસનાં ધાડેધાડા ઉતરી આવેલ હતાં. દૂષ્કર્મની ચોથી ઘટનાથી સમગ્ર જીલ્લામાં ભારે ચકચાર જાગેલ હતી.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!