GSTV
Trending Videos Viral Videos

વિડીયો/ પક્ષીને બચાવતા બે લોકોને ખબર ન હતી બીજી જ ક્ષણે લખાયું હતું તેમનું પણ મોત, બંને મોતને ભેટ્યા

મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પર એક ટેક્સીએ બે લોકોને ટક્કર મારતાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે બાદમાં તેણે પણ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હૃદય હચમચાવી નાખનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘાયલ પક્ષીને બચાવવા નીચે આવ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, 43 વર્ષીય અમર મનીષ જરીવાલા 30 મેના રોજ બાંદ્રા-વરલી સી લિંક રોડ થઈને મલાડ જઈ રહ્યા હતા ત્યારે એક બાઝ તેમની કારની નીચે આવી ગયું હતું. જરીવાલાએ તેમના ડ્રાઈવર શ્યામ સુંદર કામતને કાર રોકવા કહ્યું અને તેઓ બંને ઘાયલ પક્ષીને બચાવવા માટે નીચે ઉતર્યા.

બંને બાઝને વાહનની નીચેથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલી એક કાર તેમને બચાવી આગળ નીકળી રહી હતી, પરંતુ તે સમયે એક ઝડપી ટેક્સીએ તેમને ટક્કર મારી દીધી. ટક્કર બાદ જરીવાલા અને કામત બંને હવામાં ઉડતા જોવા મળ્યા. જરીવાલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, કામતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું પણ પછી મૃત્યુ થયું. પોલીસે ટેક્સી ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

Read Also

Related posts

પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન

Zainul Ansari

નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ

Hemal Vegda

ઉદેપુરના જઘન્યકાંડમાં પાકિસ્તાની કનેક્શનની આશંકા, હત્યારાઓ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે છે જોડાયેલા

Hardik Hingu
GSTV