GSTV
Rajkot Trending ગુજરાત

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

લોકમેળા

રાજકોટના ગોંડલમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરાયું છે. જેમાં સંચાલકની બેદરકારી સામે આવી છે. બે વ્યક્તિને વીજ કરંટ લાગતાં બંનેના મોત થયા. વીજ કરંટ લાગ્યો ત્યારે ગંભીર ઈજા થઈ હતી અને બંને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યા. પાલિકાના કર્મચારીને વીજ કરંટ લાગતાં તેને બચાવવા જતાં ફાયર વિભાગના કર્મચારીને પણ વીજ કરંટ લાગ્યો હતો. મહત્વનું છે કે ગોંડલ નગરપાલિકાએ સંગ્રામજી હાઈસ્કૂલમાં લોકમેળાનું આયોજન કર્યું છે. અને ગુરુવારે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે લોકમેળાને ખુલ્લો મુક્યો હતો.

લોકમેળા

ગોંડલ નગરપાલિકાએ સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કર્યું છે. આ લોકમેળો પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્યના પ્રતિનિધી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રૈયાણી, સંતો, મહંતોના હસ્તે લોક મેળો ખુલ્લો મુકાયો હતો. આ મેળામાં સાંસદ સહિતના નેતાઓએ રાઈડ્સની મજા માણી હતી.

ગોંડલમાં ખુલ્લો મુકાયેલ લોકમેળો 7 દિવસ ચાલશે. તેમા લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા સહિતના અનેક કાર્યક્રમો યોજાશે. આ લોકમેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મેળામાં પીઆઈ, પીએસઆઈ, એસઆરપી જવાનો સહિતના 100થી વધુ પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માની પલ્લીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી

pratikshah

શિવસેનાએ ઇ.ડી, સી.બી.આઇને પીએફઆઇ કરતાં પણ ખરાબ ગણાવ્યું, ભાજપને ચેતવણી આપી, ‘વંદે માતરમ’ પર પણ પૂછ્યા સવાલ

Hemal Vegda

Mulayam Singh Yadav health: મુલાયમ સિંહ યાદવની હાલત હજુ પણ ખૂબ જ નાજુક, જાણો ડૉક્ટરોએ શું કહ્યું

Hemal Vegda
GSTV