GSTV
Tapi ગુજરાત

તાપી / સોનગઢના કિકાકુઈ પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત, ચાર ઘાયલ

રાજ્યમાં બેફામ વાહનો હંકારવાના પગલે અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. તાપી જિલ્લાના સોનગઢના કિકાકુઈ પાસે જીપ અને ટ્રક પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જીપના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે ગુરૂવારે તાપી જિલ્લાના સોનગઢના કિકાકુઈ પાસે જીપ અને ટ્રક પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ધુલિયા નેશનલ હાઈવે-53 પર બનેલી આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ

Nakulsinh Gohil

વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો

Hardik Hingu

RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત

Nakulsinh Gohil
GSTV