કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. હર્ષવર્ધનના દાવા અનુસાર, દેશમાં ત્રણમાંથી બે લોકો ડિટર્જન્ટ, કોસ્ટિક સોડા, યુરિયા અને પેઇન્ટવાળું દૂધ પીએ છે. 68% દૂધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના માપદંડો પર ખરું ઊતરતું નથી.
5 કરોડ ચાલીસ લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. દૂધનું મોટાભાગે દરેક વ્યક્તિ નિયમિત સેવન કરતી હોય છે, ત્યારે આ માહિતી ખરેખર ચોંકાવનારી છે.

એક રિપોર્ટ મુજબ, સ્કિમ્ડ મિલ્ક પાઉડરના 548 નમૂનામાંથી 477 નમૂનામાં ગ્લુકોઝ મળી આવ્યું છે. દૂધની દેખભાળ અને પેકેજિંગ સમયે સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં નથી આવતું એટલે ડિટર્જન્ટ દૂધમાં ચાલ્યું જાય છે. ઘણી વખત એ જાણીજોઈને પણ નાખવામાં આવે છે.
જો પાણીમાં કિટનાશક અને ભારે ધાતુઓ હોય તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. નિષ્ણાતો કહે છે કે, ભેળસેળ વાળા દૂધથી શરીર પર વિપરીત પ્રભાવ પડે છે. યુરિયા, કોસ્ટિક સોડા અને તેમાં હાજર ફોરમેલિનથી ગેસ્ટ્રોએન્ટ્રાઇટીસથી લઈને હ્રદયના રોગો, ઇમ્પેરમેન્ટ, કેન્સર અને મૃત્યુ પણ થઈ શકે છે.
READ ALSO
- શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…
- લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
- તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ