GSTV

ઓમાનની ખાડીમાં એક મહિના પછી ફરી બે ઓઇલ ટેન્કરો પર હુમલો

ઓમાનની ખાડીમાં બીજી વખત ઓઇલ ટેન્કરો પર હુમલો કરવામાં આવ્યો છે. એક મહિના પહેલા ચાર ઓઇલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે જ સ્થળે આજે બીજા બે ઓઇલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા છે. હુમલાની જાણ થતા જ અમેરિકન નેવી ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ટેન્કરમાં સવાર લોકોને બચાવવામાં મદદ કરી હતી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર માર્શલ આઇલેન્ડ અને પનામાના ધ્વજ લાગેલા બંને ટેન્કરોમાં વિસ્ફોટ થયો હતો. જે પૈકી એક ટેન્કર નોર્વની કંપનીનો છે. બ્રિટન અને તેના સહયોગી આ ઘટનાની તપાસ કરી રહ્યાં છે. બીજી તરફ આ હુમલાના સમચાર સપાટી પર આવતા જ ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં ચાર ટકાના ઉછાળો જોવા મળ્યો હતો. આ હુમલા પછી અમેરિકા અને ઇરાન વચ્ચેની તંગદિલીમાં વધારો થયો છે. 

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તંગદિલી જારી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલીની અસર પણ આ વિસ્તારમાં જોવા મળી રહી છે. ઇરાનના સત્તાવાર ટેલિવિઝનના જણાવ્યા અનુસાર બંને ટેન્કરોમાં સવાર કુલ ૪૪ નાવિકોને બચાવી લેવામાં આવ્યા છે. આ તમામ નાવિકોને ઇરાનિયન પોર્ટ પર લઇ જવામાં આવ્યા છે. 

ઓમાનની ખાડીમાંં ઓઇલ ટેન્કરો પર આજે થયેલો હુમલો એવા સમયે થયો છે જ્યારે જાપાનના વડાપ્રધાન ઇરાનમાં છે અને તેઓ ઇરાનના ઉચ્ચ નેતાઓ સાથે મંત્રણા કરી રહ્યાં છે. જાપાનના વડાપ્રધાન એબે આજે ઇરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ ખૈમાનીને મળ્યા હતાં. જાપાનના વડાપ્રધાનની ઇરાન યાત્રાનો આજે બીજો અને છેલ્લો દિવસ હતો. 

જાપાનના વડા પ્રધાનની વિનંતી છતાં ઇરાની પ્રમુખે ટ્રમ્પ સાથે વાત ના કરી

વોશિંગ્ટન અને તહેરાન વચ્ચેની તંગદિલીને દૂર કરવાના પ્રયાસમાં જાપાની મિશને ઇરાનને કરેલી વિનંતી છતાં મધ્ય પૂર્વના આ દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની એ આજે  પ્રમુખ ટ્રમ્પ સાથે વાત કરી ન હતી.’ઇરાન અમેરિકા પર ભરોસો કરતો નથી અને કોઇ પણ રીતે વિશ્વાસ કરશે નહીં. અમેરિકા સાથે અમારા ખરાબ અનુભવના આધારે અમને ટ્રમ્પની સાથે વાત કરવામાં ોકઇ જ રસ નથી’એમ અલી ખામેનીએ કહ્યું હોવાનું તેમની સત્તાવાર વેબસાઇટ પર કહેવામાં આવ્યું હતું.

‘તમારા શુભ ઇરાદમાં કે ગંભીરતામાં  અમને લેશમાત્ર શંકા નથી. પરંતુ અમેરિકાના પ્રમુખે તમને જે કંઇ કહ્યું હતું તેના આધારે મારે કહેવું છે કે હું ટ્રમ્પ પર ભરોસો કરતો નથી અને તેમની  સાથે સંદેશાઓની આપ લે કરાય એવી  વ્યકિત પણ એ નથી’એમ ખામેનીએ એબી સાથેની મુલાકાતમાં કહ્યું હતું.

જાપાનના વડાપ્રધાનની ઇરાન યાત્રા વખતે થયેલો હુમલો : તેહરાન 

ઓમાનની ખાડીમાં બે ઓઇલ ટેન્કરો પર થયેલો શંકાસ્પદ હુમલો એવા સમયે થયો છે જ્યારે જાપાનના વડાપ્રધાન એબે ઇરાનની યાત્રા પર છે તેમ ઇરાનના વિદેશ પ્રધાન મોહંમદ જવાદ ઝરીફે જણાવ્યું છે. ઝરીફે ટ્વીટર પર જણાવ્યું છે કે એશિયામાં શાંતિ જળવાઇ રહે તે માટે એબે ઇરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ ખૈમાની સાથે મંત્રણા કરી રહ્યાં હતાં ત્યારે જ જાપાન સાથે સંકળાયેલા ઓઇલ ટેન્કરો પર હુમલો કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ગિરનાર રોપ-વે સામાન્ય લોકો માટે નહિ પરંતુ માત્ર પૈસાદારો માટે જ છે, જોઈ લો આ આંકડા

Nilesh Jethva

રિતિક રોશને ખરીદ્યું સપનાનું ઘર, સી-ફેસિંગ વ્યુ માટે ખર્ચ્યા 97.50 કરોડ રૂપિયા

pratik shah

વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ પડાવી લેનાર ગેંગના પાંચ આરોપીની ધરપકડ બાદ પણ આ સલાવ છે વણઉકેલ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!