GSTV
Home » News » વડોદરામાં દૂષિત પાણી મામલે બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

વડોદરામાં દૂષિત પાણી મામલે બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

વડોદરામાં દૂષિત પાણી મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાના શહેરીજનોને દૂષિત પાણી પીવડાવવા માટે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. મહાપાલિકાની સ્થાયી સમિતિએ આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવા સર્વાનુ મતે મંજૂરી આપી છે.

એડિશનલ સીટી એન્જિનીયર અલ્પેશ મજમુદાર અને કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણને સસ્પેન્ડ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ સ્થાયિ સમિતીમાં દરખાસ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પૂર્વે દુષિત પાણી પ્રકરણમાં બે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.

જ્યારે રાજકમલ બિલ્ડર્સને 3 વર્ષ માટે અને પૂજા કન્સ્ટ્રક્શનને 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો હુકમ કર્યો હતો. વડોદરામાં છેલ્લાં ચાર મહિનાથી શહેરીજનોને દૂષિત પાણી પીવડાવવામાં આવી રહ્યુ છે. 1 હજાર ટન કેમિકલનો ઉપયોગ કર્યો હોવા છતાં શહેરીજનો દૂષિતપાણી પીવા મજબૂર બન્યા છે.

READ ALSO

Related posts

ચાર વોર્ડમાં ભાજપનો વિજય થતા જૂનાગઢ મેયર પદના ઉમેદવાર શું આ વ્યક્તિ બનશે

Bansari

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી : ભાજપે વિજયથી ખાતુ ખોલાવ્યું

Mayur

Sacred Games 2ના કલાકારોએ અપનાવ્યો ગ્લેમરસ લુક, વાયરલ થઈ રહ્યા છે ફોટા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!