GSTV
Gujarat Government Advertisement

અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, બે જોડીયા બાળકોના મોત થતા હોબાળો

Last Updated on July 14, 2019 by

થોડા મહિના અગાઉ જ પીએમ મોદીના હસ્તે જે નવી સિવિલનું લોકાર્પણ કરાયુ હતું તે નવી સિવિલ હોસ્પિટલ પ્રતિદિન કોઇને કોઇ નવા વિવાદોમાં આવતી હોય છે. આ વખતે બે જોડીયા બાળકોના મોતે નવી સિવિલ હોસ્પિટલની કામગીરી સામે સવાલો સર્જી દીધા છે.

કરોડોનો ખર્ચ કરીને તૈયાર કરાયેલી અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર કરાયા છે. એન.આઇ.સી.યૂમાં તાજા જન્મેલા બાળકોને રાખવામાં આવતા હોય છે. જ્યાં ખુબજ ચોખ્ખાઇ હોવી જોઇએ. સ્ટાફે બાળકોની ખૂબ સંભાળ લેવી પડે. પરંતુ અહીં સ્ટાફમાં કોઇ સંકલન ન હોવાના ગંભીર આક્ષેપો થયા છે. જેના કારણે 7 જુલાઇના રોજ જન્મેલા જોડીયા બાળકોના મોત થયા હોવાના ગંભીર આક્ષેપ પરિવારજનોએ કર્યા છે.

બાળકોના વોર્ડમાં પરિવારજનોના હાથથી પણ ઇન્ફેકશન ન લાગે તે માટે સેનેટાઇઝરનો ઉપયોગ કરાતો હોય છે. ત્યારે બાળકોના વોર્ડમાં અપાતુ સેનેટાઇઝર પણ જલદ હોવાના આક્ષેપ થયા છે. જેના કારણે પરિવારજનોના હાથમાં પણ એલર્જીની અસર દેખાય છે ત્યારે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જો મોટાને અસર થાય તો નાના બાળકોની શું હાલત થાય.

તો આ સમગ્ર મામલે સિવિલ તંત્રએ બચાવ કરતા કહ્યુ છેકે જે બાળકોના મોત થયા છે તેનો જન્મ સમય કરતા પહેલા થયો હોવાથી તેમને ઇન્ફેકશન લાગવાની તેમના મોત થયા છે. સિવિલ તંત્ર ભલે પોતાનો બચાવ કરે પરંતુ આ હોસ્પિટલ ખુલ્યા પછી નાના બાળકોના જન્મની સાથે તેના મૃત્યુદરમાં પણ ચોક્કસપણે વધારો થયો છે. જેના કારણે નવી સિવિલ હોસ્પિટલની આ પ્રકારની કામગીરી ચોક્કસપણે સવાલો સર્જે છે. આ સવાલો એવા છે જેનો ચોક્કસ જવાબ મળવો જોઇએ કારણકે આ સવાલો માસૂમ બાળકોના જીવ સાથે જોડાયેલા છે. જો આવી જ સ્થિતી રહેવાની હોય તો કરોડોનો ખર્ચ કરીને તૈયાર કરાયેલી આ હોસ્પિટલ શું કામની.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!