GSTV

દિલ્હીના કરોલ બાગની ચાર માળની હોટેલમાં ભીષણ આગ, 17ના મોત, 35 ઈજાગ્રસ્ત

મધ્ય દિલ્હીના કરોલ બાગમાં ચાર માળની હોટેલમાં ભીષણ આગ લાગતા બાળકો સહિત ૧૭ લોકોના મોત થયા છે અને ૩૫ લોકો ઘાયલ થયા છે.  દેશની રાજધાનીના મધ્યમાં આવેલ અર્પિત પેલેસ હોટેલના બીજા માળે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. હોટેલમાં ઘણા લોકો તે સમયે ઉંઘી રહ્યા હતાં. 

આગ લાગી તે સમયે ૪૫ રૃમની આ હોટેલમાં ૫૩ લોકો હતાં. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર સવાર ૪.૩૫ વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તરત જ ફાયર વિભાગના ૨૪ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ(નવી દિલ્હી) મધુર વર્માના જણાવ્યા અનુસાર આગમાં કુલ ૩૫ લોકો ઘાયલ થયા છે. એક વ્યકિત હજુ પણ લાપતા છે.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે આગની આ ઘટનામાં ૪૩ વર્ષીય મહિલાનું ૪૫ ટકા શરીર બળી ગયું છે. ૧૩ મૃતદેહોને રામ મનોહર લોહિયા હોસ્પિટલ, બેને લેડી હાર્ડિન્ગ હોસ્પિટલ અને એકને બીએલકે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. 

ેએક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર શોેર્ટ સર્કિટના કારણે હોટેલમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી સરકારે મેજિસ્ટેરિયલ તપાસના આદેશ આપ્યા છે. દિલ્હીના ગૃહ પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું છે કે તેમણે ફાયર વિભાગને પાંચ માળની ઇમારતની તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને એક સપ્તાહમાં અહેવાલ રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે.

જૈને જણાવ્યું છે કે ૧૭ લોકોના મોત થયા છે. તે પૈકી મોટા ભાગના લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હોવાનું માનવામાં આવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ હોટેલ વહીવટી તંત્રની પણ ભૂલ દેખાઇ રહી છે. તપાસમાં જે લોકો પણ દોષિત પુરવાર થશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે દિલ્હીના કરોલ બાગમાં આગને કારણે લોકોએ ગુમાવેલા જીવથી દુ:ખ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હોટેલના ધાબા પર એક રેસ્ટોરન્ટ પણ હતી. 

ઘટનાસ્થળની મુલાકાત લેનાર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૃપિયાના વળતરની જાહેરાત કરી છે. દિલ્હી સરકારે પોતાના ચાર વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો કાર્યક્રમ પણ આ ઘટનાને કારણે રદ કરી દીધોે છે. 

ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું છે કે બિલ્ડિંગના બીજા માળે આગ લાગી હતી. હોટેલને ઓક્ટબર, ૨૦૦૫માં પ્રથમ વખત લાયસન્સ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ દર વર્ષે આ હોટેલનું લાયસન્સ રિન્યુ કરવામાં આવતું હતું. છેલ્લે ૨૫ મે, ૨૦૧૮ના રોજ લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યું હતું અને તેની મુદ્દત ૩૧ માર્ચ,૨૦૧૯ સુધીની છે. 

હોટેલના ઇમરજન્સી એક્ઝિટ પર તાળું લાગેલું હતું : અલ્ફોન્સ

આગને કારણે જે હોટેલમાં ૧૭ લોકોના મોત થયા તે દિલ્હીની અર્પિત હોટેલના ઇમરજન્સી એક્ઝિટ પર તાળું લાગેલું હતું તેમ કેન્દ્રીય પ્રધાન કે જે અલ્ફોન્સે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇમરજન્સી માટે રાખવામાં આવેલો દરવાજો ખૂબ સાંકડો હતો. કેન્દ્રીય પ્રવાસન પ્રધાન અલ્ફોન્સે જણાવ્યું હતું કે હોટેલમાં લાકડાનું ફર્નિચર વધારે હોવાથી આગ ઝડપથી અને વધુ ફેલાઇ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેેમણે દિલ્હીના મેયરને હોટેલ દ્વારા તમામ નિયમોનું પાલન થતું હતું કે નહીં તેની તપાસ કરવા નિર્દેશ આપ્યા છે.

Related posts

આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

Nilesh Jethva

સંસદમાં સીટ બદલવા પર સંજય રાઉત બોલ્યા- દિલ્હી કોઈના બાપની નથી, મોટા મોટા આવ્યા અને ગયા

Kaushik Bavishi

કેન્દ્ર સરકાર શિયાળુ સત્રમાં નાગરિકતા સંશોધન બિલ કરશે રજૂ, તમામ વિપક્ષ પક્ષોનો ઉગ્ર વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!